Vadodara

વડોદરા : મકરપુરા જીઆઇડીસીની કંપનીમાં નોકરી કરતા સફાઈ કર્મચારીએ જ કોપરના બંડલોની ચોરી કરી,બે ઝડપાયા

વડોદરા તારીખ 26
મકરપુરા જીઆઇડીસીમાં આવેલી હિટાચી કંપનીમાંથી ચોરી કરેલી રૂપિયા 1.17 લાખના 60 કિલો કોપરની ત્યાં જ નોકરી કરનાર સફાઈ કર્મચારીએ ચોરી કરી હતી. ત્યારબાદ આ કર્મચારી તેના પાડોશી શખ્સ સાથે કોપર વેચાણ કરવા અર્થે ફરતો હોય મકરપુરા જીઆઇડીસીમાંથી બંનેને એસઓજી પોલીસે ઝડપી પાડ્યા હતા. કોપરના બંડલો તથા મોપેડ મળી રૂપિયા 1.17 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે માંજલપુર પોલીસ સ્ટેશનમા સુપરત કરાયો છે.

અટલાદરા ગામમાં વસાવા મહોલ્લામાં રહેતો કિશન અશોક ચુનારા મકરપુરા જીઆઇડીસીમાં આવેલી ઇટાચી કંપનીમાં નોકરી કરે છે. કિશન ચુનારાએ જે કંપનીમાં નોકરી કરે છે ત્યાંથી જ કોપરના બંડલોની ચોરી કરી છે. હાલમાં તેના પાડોશમાં રહેતા યુવક સાથે કોપર જીઆઇડીસીમાં વેચાણ કરવા અર્થે ફરી રહ્યો છે. તેવી બાતમી પેટ્રોલિંગમાં નીકળેલી એસઓજી પોલીસને મળી હતી.જેના આધારે માંજલપુર પોલીસ સ્ટેશન પાસે આવેલી હીમાલીયા કંપની સામે રોડ ઉપરથી મોપેડ સાથે ઉભેલા બંને સખસોને એસઓજીએ ઝડપી પાડ્યા હતા. કિશન અશોક ચુનારાએ હિટાચી કંપની સફાઇ કામદારની નોકરી કરે છે અને આ કોપરના બંડલો હિટાચી કંપનીમાંથી ચોરી કરી તેના મિત્ર વિશાલ અમરસિંહ પરમાર સાથે મળી વેચાણ કરવા નીકળ્યા હોવાની કબુલાત કરી હતી. બંનેને કોપરના 6 બંડલ રૂ.42 હજાર અને મોપેડ મળી રૂ.1.17 લાખનો મુદામાલ કબ્જે કરી માંજલપુર પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી અર્થે સોંપવામાં આવ્યો છે.

Most Popular

To Top