


વડોદરા : શહેરમાં ગત રાત્રી થી શરૂ થયેલો વરસાદ અવિરત પણે વરસી રહ્યો છે. ત્યારે પાલિકા તંત્રની પોલ ઉઘાડી પડવા પામી છે. શહેરના નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. લોકોના ઘરોમાં દુકાનોમાં પાણી ભરાઈ જતા હાલાકી વેઠવા મજબુર બન્યા છે. ત્યારે, શહેરના મકરપુરા વિસ્તારમાં પણ પાણી પાણીના દ્રશ્યો સર્જાયા છે. એરફોર્સ સ્ટેશન પાછળ આવેલી વૈકુંઠધામ સહિતની સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ રહેતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. લોકોને જાતેજ વરસાદી પાણીના નિકાલ કરવા માટેની ફરજ પડી છે.
માંજલપુર અને રાવપુરા વિસ્તારમાં પાણી ભરાયા
સામાન્ય વરસાદમાં જ માંજલપુર અને રાવપુરા વિસ્તારમાં પાણી ભરાયા
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે સતત બે દિવસથી વરસાદ વરસી રહ્યો હોય છે. જેમાં ગત મંગળવારની રાત્રિના સમયે પણ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જેમાં માંજલપુરમાં પણ ભરાઈ જતા વાહન ચાલકો સહિતના લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. તેવી રીતે રાવપુરા વિસ્તારમાં પણ પાણી ભરાઈ જતા કેટલાક વાહનો બંધ થઈ ગયા હતા. દુકાનો પણ બંધ.

