બ્રાન્ડેડ કપડાની ચોરી કરનાર ચાર ડિલિવરી બોય ઝડપાયા, દશરથ ગામ પાસે થેલીઓમાં કપડાં ભરી વેચાણ કરવા માટે ઉભા હતા,
વડોદરા ગેંડા સર્કલ પાસેના શોરૂમમાંથી મહારાષ્ટ્ર ખાતે કપડા મોકલાયા હતા
પ્રતિનિધિ વડોદરા તા.12
વડોદરાના પેન્ટાલુન શો રૂમ દ્વારા મહારાષ્ટ્રના ભિવંડી ખાતે મોકલેલા બ્રાન્ડેડ કપડાના પાર્સલમાંથી રૂ.64 હજારના કપડાઓની ચોરી કરનાર ડીલીવરી કંપનીમાં કામ કરતાં ચાર શખ્સોને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી ચોરી ના કપડા અને રકમ મળી 35 હજારનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે ગોરવા પોલીસને સુપ્રત કરાયા છે.
ક્રાઇમ બ્રાન્ચની ટીમ શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગની કામગીરી કરી રહી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે પંદર દીવસ પહેલા જીએસએફસીના ગેટ સામેની ડીલીવરી સર્વીસ નામની કુરીયર સર્વીસમા ડીલીવરી બોય તરીકે નોકરી કરતા ચાર શખ્સોએ ભેગા મળી ગોરવા ગેંડા સર્કલ ખાતેની પેંટાલુસ નામની કપડાની દુકાનમાંથી કપડાના પાર્સલો કાઢી લીધા હતા ત્યારબાદ પાર્સલોમાંથી સ્ત્રી પુરૂષોના કપડાઓ ચોરી કર્યા હતા. આ ચારેય શખ્સો હાલ દશરથ ગામ પાણીની ટાંકી પાસે ચોરી કરેલા કપડા ભરેલી થેલીઓ સાથે ઉભા રહી કપડાઓ વેચવા જવાની તૈયારીમાં છે. જેના આધારે જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક દશરથ ગામ ખાતે પહોંચી ગઈ હતી અને ચાર શખ્સોએ પોલીસ જોઇને ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ક્રાઈમ બ્રાન્ચે નીરજ ઉર્ફે નીલુ પ્રવીણભાઇ યાદવ, મયંક મહેંદ્રસિંહ રાઠોડ, ભાવિક રાજુભાઇ ભીલ તથા આશિષ અશોકભાઈ પટેલને ઝડપી પાડયા હતા તેઓની પુછપરછ દરમ્યાન તેઓ પાર્સલ ડીલીવરી કંપનીમાં કામ કરતા હોવાનુ અને ગોરવા ગેંડા સર્કલ ખાતેની પેન્ટાલુંન નામની કપડાની દુકાનમાથી ડીલીવરી માટે લીધેલા કપડાના બોક્ષ પાર્સલ ખોલી તેમાંથી કપડાઓની ચોરી કરી ફરી પાર્સલ બોક્ષને સેલોટેપ મારેલાની કબુલાત કરી હતી. ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચે ખાતરી કરી હતી કે ડીલીવરી કંપની તરફથી વડોદરાની પેન્ટાલુન કંપની ખાતેથી બ્રાન્ડેડ કપડાઓના 27 બોક્ષ મહારાષ્ટ્રના ભીવંડી ખાતે ડીલીવરી કંપની દ્વારા 29 એપ્રિલના રોજ મોકલી આપ્યા હતા.ભીવંડી ખાતે બોક્ષ ખોલતાં તેમાં કપડાઓની જગ્યાએ પથરા નીકળ્યા હતા. જેથી ડીલીવરી કંપનીએ ખાત્રી કરતાં ડીલીવરી કંપનીમાં કામ કરતા ચાર તથા અન્ય બે મળી 6 સખસોએ પાર્સલોમાંથી કી.રૂ. 64 હજાર ના કપડાઓની ચોરી કર્યાનું જણાયું હતું. જેની ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયો હતી. ક્રાઈમ બ્રાન્ચે કપડા અને રોકડ મળી 35 હજારના મુદ્દામાલ અને આરોપી ગોરવા પોલીસને સોંપવામાં આવ્યા છે.