કોઈકે પહેલાથી જ પ્રદેશ પ્રમુખને બ્રિફ કરી દીધા હોય તેવી સંભાવના
શહેર ભાજપના નવા કાર્યાલયના ઉદ્ઘાટન વખતે ઊભા થયેલા તક્તીના વિવાદમાં પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ શરૂઆતથી જ નારાજ હતા એ આજે ફરતા થયેલા એક વીડિયોમાં દેખાઈ આવ્યું હતું. સીઆર પાટીલની નારાજગીને કારણે જ શહેર ભાજપના હોદ્દેદારોએ તકતી બદલવાની ફરજ પડી છે, તે હવે સ્પષ્ટ થઈ ગયું છે.
શહેર ભાજપના નવા કાર્યાલયના ઉદ્ઘાટન માટે સીઆર પાટીલ આવ્યા ત્યારે તેમના હાથે તકતીનું અનાવરણ કરાવવામાં આવ્યું હતું. પાટીલે અનાવરણ તો કરી દીધું પરંતુ તરત જ તેમના ચહેરા પર જે હાવભાવ આવ્યા તે નારાજગીના હતા. કોઈકે તેમને પહેલાથી જ તકતીમાં અમુક જ નામ લખવામાં આવ્યા હતા તે બ્રિફ કરી દેવામાં આવ્યું હોય તે સંભાવના પણ નકારી શકાતી નથી.
ભાજપ કાર્યાલયની તકતી બીજા દિવસે જ બદલી નાખી નવા નામો ઉમેરવામાં આવ્યા હતા. આવનારા દિવસોમાં ભાજપની આ આંતરિક જૂથબંધી હજુ વધારે ભડકા કરે તો નવાઈ નહીં.