વડોદરા તારીખ 7
શહેરમાં તસ્કરો બેફામ થઈ ગયા છે અને ચોરીને અંજામ આપી રહ્યા છે. ત્યારે સત્તાપક્ષ ભાજપના શહેર મહામંત્રી રાકેશ સેવકના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની સાફ સુફી કરીને ફરાર થઈ ગયા હતા. વારસીયા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. ભાજપના રાજમાં તેમના જ નેતાઓ અને કાર્યકર્તાઓ સેફ નથી તો જનતાની વાત જ શું કરવી તેવા સવાલ ઊભા થયા છે.
વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ચોરીને વારંવાર અંજામ આપીને તસ્કરો પોલીસ પેટ્રોલિંગના સરેઆમ લીરેલીરા ઉડાવી રહ્યા છે. ત્યારે સત્તા પક્ષ એવા ભારતીય જનતા પાર્ટીના શહેર ભાજપ મહામંત્રી રાકેશ સેવકના વારસિયા વિસ્તારના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવવામાં આવ્યું હતું અને તિજોરીમાં કપડા સહિતનો સામાન વેરવિખેર કરી નાખ્યો હતો અને સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરીને તસ્કરો પલાયન થઈ ગયા હતા. વારસિયા પોલીસ દ્વારા તેમની ફરિયાદના આધારે તસ્કરોનું પગેરૂ મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે.