સમાની મિલકતમાં ગેરકાયદે પ્રવેશ કરી બનાવેલી ઓરડી તોડી કોર્પોરેટરે દબાણ કરાવી તોડી પડાવી
કોર્ટે મિલકત માલિકની હોવાનો હુકમ કર્યો હોવા છતાં કોર્પોરેટર કોર્ટના હુકમને ઘોળીને પી ગયા
વડોદરા તારીખ 7
વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી મિલકતમાં ગેરકાયદે પ્રવેશ કરીને કોર્પોરેટર ભાણજી પટેલે દબાણ શાખા દ્વારા ઓરડી તોડી પડાવી રૂપિયા 40 હજારનું નુકસાન પહોંચાડ્યું હતું. કોર્ટ દ્વારા પણ આ મિલકત પ્રાઇવેટ માલિકીની હોવાનો હુકમ કર્યો હોવા છતાં પાલિકાની ટીમને કોર્પોરેટરે જાણી જોઈને મિલકતમાં પ્રવેશ કરાવીને મિલકતને નુકસાન પહોંચાડ્યું હતું. કોર્પોરેટર ભાણજી પટેલ વિરુદ્ધ મિલકત માલિકે ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના કલાલી વિસ્તારમાં રહેતા ઉપેન્દ્ર નરહર અરગડે તથા તેમના ભાઈ મિત્ર આપીશભાઈ રમેશભાઈ સુર્વે તથા સુજીતભાઈ સતીષભાઈ પ્રધાનએ સંયુક્તના વર્ષ 2011માં સમા વિસ્તારમાં જમીન ખરીદ કરી તેનો દસ્તાવેજ જેશભાઈ મેકવાનના નામે છે. આ પ્લોટના દસ્તાવેજ થયા બાદ જાણવા મળ્યું હતું કે, પ્લોટમાં પાલીકાનો હક સામે આવ્યો હતો. જેથી પાલીકા વિરૂધ્ધમાં નામદાર દિવાળીપુરા કોર્ટમાં વડોદરા ખાતે સીવીલ દાવો કર્યો હતો. જે દાવાના આધારે ગત મે મહિનામાં કોર્ટે જમીન ઉપેન્દ્ર અરવડે સહિત તેમના પાર્ટનરોની માલીકીની હોવાનો હુકમ કર્યો હતો અને સ્વતંત્ર માલીકી સોપવામાં આવી હતી અને તેમા અન્ય કોઇનો હક્ક હિસ્સો રહેશે નહી. આ જગ્યામાં આ કામના પ્રતિવાદી વડોદરા મહાનગર પાલીકાને કોઈ પ્રકારનું બાંધકામ કરવાનુ રહેશે નહીં તેઓ કાયમી મનાઇ હુકમ કોર્ટે કર્યો છ. જેથી આ મીલકત ઉપેન્દ્ર અરવડે સહિતનાના પાર્ટનરે મિલકતમાં પોતાના ખર્ચ વડે ફીનીસીંગ તથા બે ગેટ મુકાવેલા હતા અને પ્લોટમાં પતરાની પાકી દિવાલની ઓરડી બનાવી હતી અને ગેટની પાસે તેઓએ એક નોટિસ બોર્ડ પણ લગાવ્યુ હતુ. જેમા તેમની માલીકીની છે તેવું સ્પષ્ટ પણે વંચાય તે રીતે લખેલુ છે. ત્યારબાદ ગત ડિસેમ્બર મહિનામાં સોશિયલ મીડિયા પર સમાની તેમની મિલકત વડોદરા મહાનગર પાલીકાની માલીકીની હોય તેના કારણે તોડી પાડવાના સમાચાર આવતા આ વાતની જાણ પાર્ટનર્સને કરી હતી. ત્યારબાદ તેઓ તાત્કાલીક સમાની મિલકત ખાતે દોડી આવ્યા હતા. ત્યારે તેમની મિલકતમાં લગાવેલી ઓરડી જેસીબી વડે તોડી પાડવામા આવી હતી. ત્યાં કોઈ મહાનગર પાલીકાના અથવા તો દખાણ શાખાના કોઈ અધિકારી કર્મચારી હાજર મળી આવ્યા ન હતા. ત્યારબાદ થોડી જ વારમાં તેમના મોબાઈલમાં વડોદરા શહેરના વોર્ડ નં-2ના ચાલુ કોર્પોરેટર ભાણજી પ ટેલ (રહે, ડી./૨૧, રઘુવીરનગર સોસાયટી એમ.જી.એમ. સ્કૂલની પાસે, ન્યુ સમા રોડ વડોદરા)ની બાઈટ આવી હતી.જેમા તેઓએ જણાવ્યુ હતુ કે, આ જગ્યા કોર્પોરેશનની છે. જેમાં તેઓએ મીટર તથા ઓરડી બનાવેલ હતી તે તોડી પાડવામાં આવી છે. જેથી આ ભાણજી પટેલ તેમની મિલકતમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી આ મિલકત ઉપેન્દ્ર અરવડેના નામની હોવા છતા અને નામદાર કોર્ટના હુકમ આવ્યા છતા પણ મિલકતમાં બનાવેલી ઓરડી તથા તેની સાથે લગાવેલુ મિટર તથા ગેટ તોડી આશરે રૂપીયા 40 હજારનું નુકશાન પહોંચાડ્યું હતું. ઉપેન્દ્ર મનહર વડે એ કોર્પોરેટર ભાણજી પટેલ વિરુદ્ધ સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.