Vadodara

વડોદરા : ભરૂચના યુવકે એક સંતાનની માતા પર દુષ્કર્મ ગુજાર્યું

માંજલપુરમાં રહેતી યુવતી બીમાર હોય તબિયત જોવાના બહાને આવ્યો હતો

સોશિયલ મીડિયા પરથી યુવતી આરોપી સાથે સંપર્કમાં આવી

(પ્રતિનિધિ) વડોદરા તા.7

માંજલપુરમાં રહેતી યુવતીની સોશિયલ મીડિયા પરથી ભરૂચના ભડકોદરા ખાતે રહેતા યુવક સાથે સંપર્કમાં આવી હતી. દરમિયાન યુવતી બીમાર પડતા યુવક તેને મળવા બહાને તેના ઘરે આવ્યો હતો. ત્યારબાદ યુવતી એકલી હોય શરીર સંબંધની માગણી કરી હતી પરંતુ યુવતી તાબે નહી થતા તેને ગાલ લાફો માર્યા બાદ બળજબરીપૂર્વક તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. કોઇને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ભાગી ગયો હતો. જેથી યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ભડકોદરાના યુવકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

માંજલપુર વિસ્તારમાં રહેતી એક સંતાનની માતાને સોશિયલ મીડિયા પરથી ભરૂચના ભડકોદ્રા ખાતે રહેતા સંજુ સૈબસ્ટિયન નામના યુવક સાથે સંપર્ક આવી હતી. પહેલા બંને વચ્ચે મેસેજથી વાતો થતી હતી ત્યારબાદ બંને મોબાઇલ નંબરની આપલે થઇ હતી. જેથી રોજ મોબાઇલ પર બંને વાત ચીત કરતા હતા. દરમિયાન યુવતી બીમાર પડતા મળવા બહાને તેના ઘરે આવ્યો હતો. દરમિયાન યુવતી ઘરમાં એકલી હોય સુંજએ તેની સાથે શરીર સંબંધની માગણી કરી હતી ત્યારે યુવતી તેનો પ્રતિકાર કર્યો હતો પરંતુ તેના મનમાં હવસનો કિડો સળવળ્યો હોય યુવતી સાથે જબરદસ્તી કરવા લાગ્યો હતો તેમ છતાં યુવતી તેના તાબે નહી થતા યુવકે તેને ગાલ પર લાફા માર્યા બાદ યુવતીના કપડા ફાડી નાખ્યા હતા અને તેના પર બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતુ. કોઇને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપ્યા બાદ તેના ઘરેથી ભાગી ગયો હતો.  જેથી યુવતીએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં સંજુ સેબસ્ટિયન વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવતા પોલીસે પોલીસે ભરૂચના ભડકોદરા ખાતે રહેતા આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.  

Most Popular

To Top