વડોદરા તારીખ 5
વડોદરાના વેમાલી વિસ્તારમાં શ્રવણ એન્કલેવમા રહેતા અને બ્રાઇટ ડે સ્કુલમાં સીબીએસઈમાં ધોરણ -7 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીએ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. વિદ્યાર્થીની હાલમાં પરિક્ષા ચાલતી હતી જેના કારણે માતાએ અભ્યાસ કરવા બાબતે ઠપકો આપતાં બાળકને લાગી આવ્યું હતું અને આપઘાત કરી લીધો હતો.
વડોદરાના વેમાલી વિસ્તારમાં એમ. એસ. હોસ્ટેલ પાસે શ્રવણ એન્કલેવમા અરુણભાઇ વસંતરાવ ગુંડેકર તેમની પત્ની અને બે બાળકો સાથે રહે છે. મંજુસર જીઆઇડીસીમા આવેલી ખાનગી કંપનીમાં ઉચ્ચ હોદ્દા ઉપર છે. તેમના બે સંતાનો છે જે પૈકી 13 વર્ષનો મોટો પુત્ર નિમીશ ધોરણ સાતમાં સીબીએસઈમાં અભ્યાસ કરે છે. હાલમાં નિમીશની પરિક્ષા ચાલી રહી હતી અને અંગ્રેજીનું પેપર પણ હતું. તેમની પત્નીએ પુત્રને અભ્યાસ માટે ઠપકો આપ્યો હતો. જેનાં કારણે બાળકને લાગી આવ્યું હતું અને અંદરના રૂમમાં જઈને ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.આ બનાવની જાણ મંજુસર પોલીસને કરતા પોલીસે દોડી આવી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો આગળની કાર્યવાહી હાથ ધરી છે.
