પ્રતિનિધિ વડોદરા તા.29
મુંબઈમાં ખાનગી કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા વ્યક્તિએ બેંગ્લોરનું મકાન વેચતા રૂપિયા 1.75 કરોડ આવ્યા હતા. જેથી તેમને બ્લેકના વાઇટ કરવાની લાલચમાં વડોદરા ખાતે આગડિયા દ્વારા મોકલ્યાં હતા. ભેજાબાજોએ આરટીજીએસ કરી આપશે તેમ કહીને ગણતરી કરવાનું કહીને રૂપિયા લઇને ફરાર થઇ ગયા હતા. તેઓના ફોન પર સંપર્ક કરતા સ્વિચ ઓફ તથા ઓફિસ પણ બંધ કરી દીધી હતી. જેથી રૂપિયા બ્લેકના વાઇટ કરવાની લાલચ આપી ઠગાઈ આચરનાર 6 ભેજાબાજો સામે માંજલપુર પોલીસ મથકમાં મેનેજરે ફરિયાદ નોંધાવી છે.
મૂળ વડોદરના અલકાપુરીના અને હાલમાં બેંગ્લોરમાં રહેતા મન્સુરઅલી જાફરઅલીખાન પઠાણે પોલીસ ફરિયાદ નોધાવી છે કે, કર્ણાટક ખાતે આવેલુ મારુ મકાન રૂપિયા 1.75 કરોડમાં વેચાયુ હતું. ત્યારે જે રૂપિયા આવ્યા હતા તે તમામ રૂપિયાને વાઈટ કરવા માટે તેઓ આવા વ્યક્તિની શોધખોળમાં હતા. દરમિયાન તેઓના એક મિત્ર દ્વારા ડી કે આંગડિયા પેઢીમાં બેંગ્લોરથી વડોદરા આંગડિયા કર્યા હતા. આ રૂપિયા માટે મિત્રના મિત્ર ચિરાગ રતિલાલ શાહ (રહે. ચારકોક કાંદીવલી વેસ્ટ મુંબઈ) અને ઘનશ્યામ ચીમન પટેલ ( રહે. દરબાર ચોકડી માંજલપુક વડોદરા) આવ્યા હતા અને તેઓની સાથે બે અન્ય પણ માણસો હતા. અમે શહેરના વડસર ખાતે પાર્ક પેરેડાઇઝ કોમ્પ્લેક્સ બીજા માળે આવેલી 220 નંબરની ઓફિસમાં ગયા હતા અને અમે રોકડા રૂપિયા આપતા તેઓએ આરટીજીએસ કરવાની વાત કરી હતી.રૂપિયા દસની અડધો નોટ નોટનો ટુકડો આપી આરટીજીએસ થઈ મારા ખાતામાં રૂપિયા ન આવે તો દસનો ટુકડો પરત આપી રૂપિયા પરત આપી દેશે તેવો વિશ્વાસ કેળવ્યો હતો. બાદમાં તેઓએએ રકમની ગણતરી કરતા હતા. ત્યારબાદ તેઓએ અહિયા જોખમ વધારે હોવાથી ગોડાઉનમાં રૂપિયા મૂકવા જવું પડશે તેવું કહી અને તે રૂપિયા લઈને ગોડાઉનમાં મુકવા માટે ગયા હતા. પરંતુ તેઓ દ્વારા આરટીજીએસથી રૂપિયા અમારા ખાતામાં આવ્યા ન હોતા. જેથી અમે ત્યાં ઓફિસ પર બેઠા હતા. ત્યારબાદ ઓફિસ બંધ કરવાની વાત કરતા અમે ત્યાંથી હટ્યા નહોતા. પરંતુ સામેથી ઈકબાલનો કોલ આવ્યો હતો અને આરટીજીએસમાં કોઈ પ્રોબ્લેમ થયો હોવાથી સયાજી હોટલ પાસે આવીને રોકડા આપવાની વાત કરી હતી. દરમિયાન અમે સયાજીગંજ વિસ્તારમાંપહોંચ્યા ત્યારે ત્યાં કોઈ મળ્યુ ન હતુ અને મોબાઈલ નંબર પણ બંધ આવતો હતો. ત્યારબાદ ફરીથી ઓફિસ અમે ગયા તો ઓફિસ પણ બંધ હતી. આરટીજીએસ કરવાના બહાને રૂ. 1.75 કરોડ લઇ આરોપી ચિરાગ શાહ, ઘનશ્યામ પટેલ, ઈકબાલ, રાહુલ ઉર્ફે રૂહુલ ખત્રી, પ્રકાશ બૈષ્ય અને જીગ્નેશ રમણ સોની અમારી સાથે ઠગાઇ આરી છે. તેમની સામે ફરીયાદ નોધાવતા પોલીસે 6 લોકોને ઝડપી પાડવા તજવીજ શરૂ કરી છે.