મે પુલીસવાલા હુ તેમ કહી બેગ ચેક કરવાના બહાને ખેલ પાડ્યો
છાણી ગામે રહેતા મહારાજ વાઘોડિયા રોડ પરથી વિધિ કરાવી ઘરે પરત આવતા છેતરાયા
પ્રતિનિધિ વડોદરા તા.17
બોગસ પોલીસ બની આવેલા શખ્સે એક્ટિવા પર પસાર થતા કર્મકાંડી બ્રાહ્મણને છાણી દુમાડ રોડ પર ઉભા રખાવ્યાં હતા. બાદમાં મે પુલીસવાલા હુ ઔર તુમ લોગ ન્યૂઝ પેપર નહી પઢતે હૈ, આજ કલ કૈસી કૈસી ઘટના હોતી હૈ, ઔર આપ લોગોને સોના પહન રખા હૈ તેમ કહેતા બ્રાહ્ણણ યુવકે પોતાની વિટીં બેગમાં મુકી હતી ત્યારબાદ બોગસ પોલીસે તેમનું બેગ ચેક કરવાનું કહીને તેમની નજર ચુકવીને રૂ.30 હજારની સોનાની વિટીં લઇ ફરાર થઇ ગયા હતા.
વડદોરા શહેરના છાણી ગામે પુજન ટાવરમાં રહેતા ચિરંજીપ્રસાદ ચંદ્રદેવ જોષી (ઉં.વ.44) કર્મકાંડી બ્રાહ્મણ છે. 16 ઓગષ્ટના રોજ તેઓ વાઘોડિયા રોડ પર શ્રીનાથ સોસાયટીમાં વિશાલ જખમોલાના ઘરેથી પુજાપાઠની વિધિ પૂર્ણ કરીને પરત ઘરે જવા માટે એક્ટિવા લઇને નીકળ્યાં હતા. રસ્તામાં દુમાડ કટથી સત્યમ એક્ઝોટિકા સોસાયટી સામે યોગીગ્રીન જવાના રસ્તા પર તેમને એક બાઇક પર આવેલા શખ્સે રોક્યા હતા. ત્યારબાદ બીજો એક શખ્સ ચાલતા આવી રહ્યો હતો ત્યારે આ બોગસ પોલીસ બની આવેલા શખ્સે ચાલતા આવેલા શખ્સને મે પુલીસવાલા હુ ઔર તુમ લોગ ન્યૂઝ પેપેર પઢતે નહી હો ?આજકલ કૈસી કૈસી ઘટના હોતી હે, ઔર આપ લોકોને સોના પહન રખા હૈ ? તેમ કહીને તેમને ગળામાંથી સોનાની ચેન ઉતારી તેના ખિસ્સામાં મુકવા કહ્યું હતું. ત્યારબાદ તેમને પણ પોલીસ હોવાનો વિશ્વાસ આવતા તેમની સોનાની વિંટી આંગળીમાંથી ઉતારીને બેગમાં મુકી હતી. ત્યારબાદ બોગસ પોલીસે આપકી બેગ કો ચેક કરની હોગી તેમ કહીને બેગ ચેક કરી હતી અને નજર ચુકવીને તેમની સોનાની વિટી કાઢી બંને શખ્સો ફરાર થઇ ગયા હતા. જેથી બોગસ પોલીસ સાથે શખ્સ સહિત બંને જણા સ્થળ પરથી રૂ.30 હજારની વિટી લઇને ફરાર થઇ ગયા હતા. જેથી કર્મકાંડી બ્રાહ્મણે છાણી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી બંને શખ્સને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.