Vadodara

વડોદરા : બે વર્ષ દરમિયાન ઘણીવાર યુવકે યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું, લગ્ન માટે કહેતા યુવક તરછોડી જતો રહ્યો

પ્રતિનિધિ વડોદરા તા.11
વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં રહેતા યુવકની જીમમાં આવતી યુવતી સાથે આંખો મળી જતા પહેલા મીઠી મીઠી વાતો કરીને પહેલા મિત્રતા કેળવી હતી. દરમિયાન એકબીજાના નંબર મેળવીને યુવક અને યુવતી નંબર મેળવીને રોજ રોજ કોલ, મેસેજ તથા સોશિયલ મીડિયા પર ચેટિંગ કરતા બંનેની મિત્રતા પ્રેમમાં પરીણમી હતી. દરમિયાન યુવકે લગ્ન કરવાની લાલચ આપી યુવતીના ઘરે આવી વારંવાર તેની સાથે શરીર સંબંધ બાંધ્યાં હતા. ઉપરાંત બે વર્ષથી સાથે રહેતા યુવકે બહાર ફરવા લઇ જવાના બહાને પણ અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. યુવતીએ લગ્ન કરવાની વાત કરતા યુવકની હવસ સંતાષાઇ ગઇ હોય આખરે તેણે લગ્ન કરવાની ના પાડી દીધી હતી અને તેને તરછોડીને જતો રહ્યો હતો. જેથી યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા દુષ્કર્મીની ધરપકડ કરી મેડિકલ કરાવવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
હાલમાં યુવકો દ્વારા મીઠી મીઠી વાતો કરીને યુવતી અને સગીરાઓને પોતાની પ્રેમજાળમાં ફસાવવામાં આવે છે. યુવતીને લગ્ન કરવા માટેના યુવક દ્વારા ખોટા ખોટા વાયદા કરીને તેની શારીરિક સંબંધ બાંધતા હોય છે. પરંતુ જ્યારે આ નરાધમોની હવસ સંતોષાઇ જાય ત્યારે યુવતી અને સગીરાઓને તરછોડી દેતા હોય છે ત્યારે આવો જ વધુ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં એવી વિગત છે કે વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલા પરશુરામ ભઠ્ઠામાં રહેતા મનિષ ચૌહાણ નામનો યુવક જીમમાં જતો હતો દરમિયાન ત્યાં કસરતા કરવા માટે અન્ય એક 27 વર્ષીય પણ યુવતી ત્યાં જીમ કરવા માટે આવતી હતી. દરમિયાન યુવક અને યુવતીની મુલાકાત થઇ હતી અને બંનેની આખો મળી જતા તેઓની મિત્રતા બંધાઇ હતી.
થોડા સમય સુધી ગાઢ મિત્રતા થતા બંને એકબીજાના મોબાઇલ નંબર પણ મેળવી લીધા હતા. જેથી તેઓ રોજબરોજ કોલ દ્વારા તથા મેસેજ તેમજ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહીને તેઓ સતત ચેટિંગ કરતા હતા. જેથી તેમના બંને વચ્ચેની મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. દરમિયાન યુવકે યુવતીને હુ તને ઘણો પ્રેમ કરુ છુ અને તારી સાથે લગ્ન કરવા માગુ છુ તેમ કહી પ્રપોઝ કર્યું હતું. જેથી યુવતીને પણ તેના પર વિશ્વાસ આવી ગયો હોય તેણે પણ હા પાડી દીધી હતી. યુવક અવાર નવાર તેના ઘરે આવતો હતો ત્યારે યુવતી સાથે યુવકે શરીર સંબંધ બાંધવા માટે કહ્યું હતું. પરંતુ શરૂઆતમાં યુવતીએ તો પ્રતિકાર કર્યો હતો.
ત્યારબાદ યુવકે હવે તો આપણે લગ્ન કરવાના છે તેવું કહીને ઇમોન્શલની બ્લેક મેલ કરતા યુવતી તેના તાબે થઇ ગઇ હતી ત્યારે યુવકે યુવતી સાથે શરીર સંબંધ બાંધ્યાં હતા ત્યારબાદ યુવક યુવતી સાથે રહેવા માટે આવી ગયો હતો. છેલ્લા બે વર્ષ દરમિયાન યુવકે યુવતી સાથે રહેતો હોય તેને બહાર ફરવા લઇ જવાના બહાને પણ અલગ હોટલોમાં તેમજ તેના ઘરમાં વારંવાર યુવતી સાથે શરીર સંબંધ બાંધ્યાં હતા. જ્યારે યુવતી લગ્ન કરવાની વાત કરતી હતી ત્યારે કોઇને કોઇ બહાનુ કાઢીને વાત પર ધ્યાન આપતો ન હતો.
દરમિયાન યુવકે યુવતી સાથે વાત કરવાનું બંધ કરી દીધુ હતું અને તેની સાથે રહેવા માટે આવતો ન હતો જેથી યુવતીએ ફોન તથા રૂબૂરૂ મળી કરીને લગ્ન કરવા માટે કહેતા યુવકે લગ્ન કરવાની ના પાડી યુવતીને તરછોડી દીધી હતી. જેથી યુવતીએ યુવતીએ પોલીસ ફરિયાદ નોધાવતા જે પી રોડ પોલીસે પરશુરામ ભઠ્ઠામાં રહેતા આરોપી મનીષ ચૌહાણની ધરપકડ કરી મેડિકલ કરાવી આગળની કાર્યવાહી શરૂ કરાઇ છે.

Most Popular

To Top