Vadodara

વડોદરા : બેન્કોમાં લગાવેલા એસીના આઉટડોરની ચોરી કરનાર તસ્કર ઝડપાયો

અગાઉ પણ આઉટડોરની ચોરીના ગુનામાં જે પી રોડ પોલીસ સ્ટેશનમાં ઝડપાયો હતો

વડોદરા તા.3

વડોદરાના વિવિ વિસ્તારોમાં આવેલી બેંકોમાં લગાવેલા એસીના આઉટડોરની ચોરી કરવાના બે ગુનામાં ફરાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચ ભૂતડીઝાંપા પાસેથી ઝડપી પાડ્યો હતો. કારેલીબાગ તથા અકોટા પોલીસ સ્ટેશનમાં ફરાર હોય આગળની કાર્યવાહી માટે ત્યાં આરોપીને સુપરત કરવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગની કામગીરી કરી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે શહેરની બેન્કોમાં લગાવેલા એસીના આઉટડોરનો ચોરીના કરવાના ગુનામાં ફરાર આરોપી ભૂતડીઝાંપા ગ્રાઉન્ડ પાસે ઉભો છે. જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે નાસતા ફરતા આરોપી અરબાઝખાન હબીબખાન પઠાણ (રહે. ફાતેમા કોમ્પલેક્ષ, પટેલ ફળીયા, હાથીખાના વડોદરા)ને ત્યાં પહોંચી ઝડપી પાડ્યો હતો. જેની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પુછપરછ કરાતા કારેલીબાગ અને અકોટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી બેન્કોના એસીના આઉટડોરની ચોરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસ ધરપકડથી બચવા માટે નાસતો ફરતો હોવાનું જણાવ્યું હતું. જેથી ક્રાઇમ બ્રાન્ચે આરોપી અરબાઝખાન હબીબખાન પઠાણને આગળની કાર્યવાહી માટે કારેલીબાગ તથા અકોટા પોલીસને સુપરત કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી અગાઉ પણ એસીપીના આઉટડોરની ચોરીના ગુનામાં જે પી રોડ પોલીસ સ્ટેશનમાં ઝડપાઇ ચૂક્યો છે.

Most Popular

To Top