Vadodara

વડોદરા : બુલેટ ચાલક યુવકને ઢોર માર મારી અત્યાચાર ગુજારનાર ટ્રાફિક એસીપી અને કર્મચારીઓનો લૂલો બચાવ

યુવક સામે નંબર પ્લેટ નથી મોડીફાઇ સાઇલેન્સર લગાડેલું છે, સરકારી ફરજમાં રૂકાવટ તથા લાયસન્સ નથી તેવા ચાર પ્રકારના ગુના દાખલ કર્યા

વડોદરા તારીખ 4
વડોદરાના નર્સિંગ હોમ ચાર રસ્તા ટ્રાફિક સિગ્નલ પાસે ઉભેલા યુવક ના બુલેટ પર નંબર પ્લેટ ન હતી અને મોડીફાઇ સાઇલેન્સર લગાવેલું હોય ટ્રાફિક શાખાના પોલીસ કર્મચારીઓએ તેની પાસે ચાવી માંગી હતી પરંતુ યુવકે ચાવી નહીં આપી ઝપાઝપી તથા બોલાચાલી કરવા લાગ્યો હતો. જેથી પોલીસે તેને સયાજીગંજ વિસ્તારમાં આવેલી ટ્રાફિકની કચેરીએ લઈ ગયા હતા પરંતુ ત્યાં પણ યુવકે પોલીસ અધિકારી અને કર્મચારી સાથે ગેરવર્તન કરી ઉતારી દેવાની ધમકી આપી હતી. ઉપરાંત યુવકના ભાઈ તથા માતા સહિતના પરિવારના સભ્યોએ પણ પોલીસને વારંવાર વર્ધી ઉતારવાની ધમકી આપતા હતા. જેથી પોલીસે બુલેટ ચાલાક યુવક સામે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. ત્યારે બુલેટ ચાલક યુવકના શરીર પર પુરાવા રૂપ લાલ ચકામાં પડી ગયા હોવા છતાં ઉપરાંત તેના પ્રાઇવેટ પાર્ટમાં માર માર્યો હોવાના કારણે દુખાવો ઉપાડતા એસએસજીમાં સારવાર કરાવી હતી. તેમ તેમ છતાં વડોદરા શહેર ડીસીપીએ ટ્રાફિકના એસીપી તથા અન્ય કર્મચારીઓનો લુલો બચાવ કર્યો છે અને પોલીસના અમાનુસી અત્યાચારનો ભોગ બનનાર યુવક ને જ હવે આરોપી બનાવવા માટેનો તખતો વડોદરા શહેર પોલીસે ગોઠવી દીધો છે.
વડોદરા શહેર ટ્રાફિક પશ્ચિમ શાખામાં ફરજ બજાવતા
પોલીસ કોન્સ્ટેબલ કિરણભાઈ ગોબરભાઈ જોગદીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે 3 જાન્યુઆરી ટ્રાફિક એ.સી.પી. પશ્વિમ ઝોન ડી.એમ.વ્યાસના ગાડીમા ઓપરેટર તરીકેની હતી અને એસીપી સાથે પશ્વિમ ઝોન વિસ્તારમાં પેટ્રોલીંગમાં ફરતા ફરતા આશરે સાડા દશેક વાગે નરસિંગ હોમ ચાર રસ્તા પહેલા ખાતે પહોંચ્યા હતાં. ત્યાં ઉભા રહી એસીપી સાથે વાહનચેકીંગ કરતા હતા. દરમિયાન એક બુલેટ ચાલક નરસિંગ હોમ ચાર રસ્તા ટ્રાફીક સીગ્નલ પાસે ઉભો રહી મોબાઇલ ઉપર વાત કરતો હતો. ત્યારે બુલેટની આગળ-પાછળ જોતા નંબર પ્લેટ ન હતી અને બુલેટમા મોડીફાઇડ સાઇલેન્સર લગાડેલું હોવાથી બુલેટ ચાલકને સાઈડમાં લઇ લેવા જણાવતા રકઝક કરવા લાગ્યો હતો.
દરમિયાન સાથેના સ્ટાફના ગનમેન અનુલભાઈ સુરમલભાઇ હઠિલા આવી ગયા હતાં. જેથી બંનેએ બુલેટ ચાલકને વાહનના કાગળો બાબતે પુછપરછ કરી બુલેટની આગળ-પાછળ ની આર.ટી.ઓ નંબર પ્લેટ નથી તેમજ તમારી બુલેટને મોડીફાઇટ સાઈલેન્સર કરેલ હોવાથી અવાજ વધુ કરે છે તેમ જણાવી વાહનના ડોક્યુમેન્ટ તથા ડ્રાઇવીંગ લાયસન્સ બતાવવા જણાવતા તેઓએ મારી પાસે ડ્રાયવીંગ લાયસન્સ તથા ડોક્યુમેન્ટ નથી તેમ જણાવ્યું હતું. ત્યારબાદ અમારી સાથે બુલેટ ચાલકે અમારી તથા સાથેના સ્ટાફના માણસો સાથે બોલાચાલી ઝઘડો કરી ગંદી ગાળો બોલી સરકારી ફરજમા રુકાવટ કરી ઝપાઝપી કરવા લાગ્યો હતો. જેથી બુલેટ ચાલક કૌશલ વિરેન્દ્રસિંહ જાટ (રહે.આમ્રપાલી રેસીડન્સી બાજવા રોડ વડોદરા)ને સયાજીગંજની ટ્રાફિક શાખાની કચેરીમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં કૌશલ તથા તેના માતા-પિતા, ભાઇ આવી પહોંચ્યા હતાં અને પોલીસ અધિકારી તથા કર્મચારીઓને વરદી ઉતારી દેવાની ધમકી આપી હતી. જેથી રાવપુરા પોલીસે ટ્રાફિકના વિવિધ કાયદાનો ભંગ કરતો હોય તેના તેના વિરુધ્ધ અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ડીસીપી ઝોન 2 મંજીતા વણઝારાએ જણાવ્યું હતું કે કૌશલ જાટ નામના બુલેટ ચાલક યુવક દ્વારા ટુ વ્હીલર પર નંબર પ્લેટ લગાવી ન હતી ઉપરાંત બુલેટમાં મોડીફાઇ સાઇલેન્સર લગાવેલું હતુ. જેથી ટ્રાફિક પોલીસ કર્મચારી અને અધિકારીએ યુવક પાસે બુલેટ ની ચાવી માંગી હતી પરંતુ યુવકે ચાવી નહીં આપીને ટ્રાફિક પોલીસ સાથે ઝપાઝપી તથા ગેરવર્તન કરવા લાગ્યો હતો જેના કારણે રોડ પર ટ્રાફિક જામ સર્જાતા તેને પોલીસ વાનમાં બેસાડીને સયાજીગંજ ટ્રાફિકની કચેરીએ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ આ યુવકે પોલીસ અધિકારી અને કર્મચારીને વર્દી ઉતારી દેવાની ધમકી આપી હતી. જેથી પોલીસે બુલેટ ચાલક યુવક પાસે લાયસન્સ ન હતું, બુલેટ માં નંબર પ્લેટ લગાડી ન હતી કે અને મોડીફાઇ સાઇલેન્સર લગાડેલું હોય પોલીસની ફરજમાં રૂકાવટ કરવા કરી હોય એમ ચારથી પાંચ ગુના દાખલ થયા છે. ડોક્ટર દ્વારા આપવામાં આવેલા રિપોર્ટના આધારે યુવકને કોઈ ગંભીર પ્રકારની ઈજા થઈ હોય તેવુ જણાતું નથી.

Most Popular

To Top