પ્રતિનિધિ વડોદરા તા.12
વડોદરા બાર અસોસિએશનની ચુંટણી 19 ડિસેમ્બરના રોજ યોજાવાની છે, જેમાં ઉમેદવારોએ 1થી 5 ડિસેમ્બર સુધીમાં નામાંકન ફોર્મ ફરી દેવાના રહેશે જ્યારે 9 ડિસ. સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે. જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી, સંયુક્ત સચિવ ગંથાલય, ખજાનચીની એક જગ્યા તથા મેનેજિંગ કમિટીના 10 પદ માટે મતદાન યોજાશે.
ગુજરાત બાર કાઉન્સિલની અસાધારણ બેઠકમાં ઠરાવ મુજબ અને બરોડા બાર એસોસિએશન દ્વારા 18 સપ્ટેમ્બરના રોજ મળેલી સૂચનાઓ અનુસાર બરોડા બાર એસોસિએશનની ચૂંટણી 19 ડિસેમ્બરના 2025ના રોજ યોજાવાની છે. ત્યારે ઉમેદવારોએ 22 નવેમ્બરના રોજ ફી ભરી દેવાની રહેશે, જેની મતદાર યાદી 24 નવેમ્બરના પ્રકાશિત કરવા સાથે જો કોઈ વાંધો હોય તો, ચૂંટણી પહેલા રજૂ કરવાનો રહેશે. અંતિમ મતદાર યાદી 29 નવેમ્બરના રોજ જાહેર કરાશે. 1 થી 5 ડિસેમ્બર સુધી ઉમેદવાર માટે નામાંકન ફોર્મ ભરવાનું રહેશે. નોમિનેશન ફોર્મની ચકાસણી 8 ડિસેમ્બર સુધી કરાશે. નોમિનેશન ફોર્મ પરત પાછા ખેંચવાની તારીખ 9 ડિસેમ્બર રાખવામાં આવી છે. જ્યારે 10 ડિસેમ્બરના રોજ ઉમેદવારોની અંતિમ યાદીના જાહેર કરાશે. જ્યારે 19 ડિસેમ્બર 2025ના રોજ 10થી 5 વાગ્યા સુધીમા મતદાન યોજાશે. ત્યારે બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ , ઉપપ્રમુખ, મહામંત્રી, સંયુક્ત સચિવ, ગ્રંથાલય સચિવ, ખજાનચી (મહિલા વકીલો માટે અનામત)ના 1 પદ, જ્યારે મેનેજિંગ કમિટીના સભ્યોની દસ પોસ્ટ, મેનેજિંગ કમિટીના સભ્યો (મહિલા વકીલો માટે અનામત) ત્રણ પોસ્ટ માટે ચુંટણી યોજાવાની છે. ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા પૂરી પાડવામાં આવેલી વન બાર વન વોટ યોજના હેઠળ મતદાર યાદી અંતિમ ગણવાની રહેશે.