એસ્ટેટમાં આવેલા મેડિસિનના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા તંત્રમાં દોડધામ :
ગોડાઉનમાં લાગેલી આગથી બાજુનું ગોડાઉન પણ ઝપેટમાં આવ્યું :
( પ્રતિનિધિ ) વડોદરા તા.10
વડોદરા શહેરમાં મધરાત બાદ બાજવાના જી.જે. પટેલ એસ્ટેટના પેટ સોલ્યુશન નામના ગોડાઉનમાં આગ લાગી હતી. આ આગ લાગતા અન્ય ગોડાઉન પણ આગની ઝપેટમાં આવી ગયું હતું. બનાવની જાણ થતા ફાયરબ્રિકેટર જાહેર કર્યો હતો. બે થી વધુ ફાયર ફાયટર સાથે લાશ્કરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી હતી. સદનસીબે મોટી જાનહાની થતા ટળી હતી.
વડોદરા શહેરમાં આગ લાગવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. તેવામાં આજે વહેલી સવારે બાજવાના પટેલ એસ્ટેટના પેટ સોલ્યુશન નામના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી. આગે વિકરાળ સ્વરુપ ધારણ કરતા અન્ય એક ગોડાઉન પણ આગની ચપેટમાં આવી ગયું હતું. આગ લાગતા ની સાથે જ બનાવની જાણ કરાતા ફાયર બ્રિગેડના લાશ્કરો ઘટના સ્થળે પહોંચ્યા હતા. આગની ઘટનામાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
વડોદરા પાસે બાજવા ખાતે એક ગોડાઉનમાં આગ લાગ્યા બાદ નજીકનું બીજું ગોડાઉન પણ આગમાં લપેટાતા ફાયર બ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરી આઠ કલાક ઉપરાંતની કામગીરી કરવામાં આવી હતી. જે બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો. પ્રાથમિક વિગતો મુજબ, બાજવામાં સરકારી ગોડાઉન પાસે આવેલા જી.જે એસ્ટેટમાં મેડિસિનના એક ગોડાઉનમાં મધરાત બાદ કોઈ અગમ્ય કારણસર આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે આખું ગોડાઉન તેમાં ખાખ ગયું હતું. ગોડાઉનની પાસે આવેલા ઈલેક્ટ્રીક મોટર પંપના ગોડાઉન સુધી પણ આગ પહોંચી હતી. જેથી ફાયર બ્રિગેડના સ્ટેશન ઓફિસરે મેજર કોલ જાહેર કરી તમામ ફાયર સ્ટેશનને જાણ કરતા ફાયર એન્જિન કામે લાગ્યા હતા. કલાકોની જેહમત બાદ આગને કાબૂમાં લેવાના આવી હતી. સદનસીબે જાનહાનિ થતા ટળી હતી. જોકે આગ લાગવાનું કારણ અકબંધ રહેવા પામ્યું છે.