પાણીની ટાંકીથી તુલસીવાડી તરફ જતા માર્ગે કાર ખાડામાં ફસાઈ :
બેરીકેડ કે સાવચેતીનું કોઈ બોર્ડ નહિ લગાવતા ઘટના બની :
( પ્રતિનિધિ )વડોદરા,તા.5
વડોદરા શહેરમાં વિકાસના કામોને વેગ આપવા માટે પાલિકા તંત્ર દ્વારા શહેરમાં ઠેર ઠેર ખાડા ખોદવામાં આવ્યા છે. ત્યારે પાણીની ટાંકી થી તુલસીવાડી તરફ જવાના માર્ગે કોઈ બેરીકેડ મૂકવામાં નહીં આવી હોવાના કારણે એક કાર ખાડામાં ઉતરી પડી હતી. ભાઈ પોતાની બહેનને સાસરીમાં તેડવા જઈ રહ્યો હતો. દરમિયાન આ ઘટના બનતા તેણે તંત્ર સામે બળાપો કાઢ્યો હતો.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ઠેર ઠેર વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે. ડ્રેનેજ અને પાણીની સાથે સાથે ગેસની પણ લાઈનો નાખવામાં આવી રહી છે. ત્યારે આ પ્રકારની કામગીરી કરતી વખતે રાજમાર્ગો પર મોટા મોટા ખાડાઓ ખોદવામાં આવ્યા છે. જોકે હાલ આ કામગીરી ગોકળગતીએ ચાલી રહી છે . ત્યારે ખાડા તો ખોદવામાં આવ્યા પરંતુ તેની ફરતે કોઈ બેરીકેડ કે કોઈ સાવચેતીનું ચિહ્ન મૂકવામાં આવ્યું નથી. જેના કારણે અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે વાઘોડિયા રોડ પર રહેતો એક ભાઈ ગઈકાલે તેની બહેનના લગ્ન થયા હોય પોતાની બહેનને તેડવા જઈ રહ્યા હતા આ દરમિયાન કારેલીબાગ પાણીની ટાંકીથી તુલસીવાડી તરફ જવાના માર્ગે આ જ પ્રકારની કરવામાં આવેલી કામગીરી દરમિયાન ખોવાયેલા ખાડામાં તેમની કાર ફસાઈ ગઈ હતી.

કાર માલિક શુભ ગાંધીએ જણાવ્યું હતું કે હું વાઘોડિયા રોડ વૈકુંઠ સોસાયટીમાં રહું છું. હું મારા બહેનના કાલે મેરેજ થયું તો આજે એમને તેડવા માટે આવ્યો હતો. મેં મારી ગાડી લઈને જઈ રહ્યો હતો. બે બાજુ ટ્રાફિક હતો કોઈ જગ્યાએ બેરીકેડ મૂક્યા નથી બેરીકેડ હોય તો ખબર પડે કે અહીંયા ખાડો છે. આખો રસ્તો બ્લોક કરવા જેવી વસ્તુ છે. જો કોઈ ટ્રુ-વ્હીલર હોત તે માણસ જ મરી ગયો હોત આ તો કાર હતી એટલે હું બચ્યો છું લગ્ન પ્રસંગ જેવા આવા પ્રસંગોમાં જતી વખતે આવી હાલત થાય.

vmc નું કામ એટલું બેકાર છે. વાઘોડિયા રોડ માંજલપુર કારેલીબાગ સમા જ્યાં જુઓ બધે જ આવી હાલત કરી મૂકી છે. કારેલીબાગ પાણીની ટાંકી પાસે આ રોડ પર આ બનાવ બન્યો છે. મારી ગાડી ને ખાસું નુકસાન થયું છે તેમ જણાવ્યું હતું. જ્યારે રિષભ મોદીએ જણાવ્યું હતું કે, કારેલીબાગ 2 ક્રિષ્ના પાર્ક સોસાયટી પાસેથી અમે જઈ રહ્યા હતા અને ટર્નિંગ પાસે આટલો મોટો ખાડો કરી દીધો છે. તંત્રની બેદરકારી એવી છે કે, કોઈપણ પ્રકારનું બેરીકેડ કે ચિન્હ છે એટલે આપણને ખબર જ ના પડે કે અહીંયા આટલો મોટો ખાડો છે અને ટર્નિંગ પોઇન્ટ ઉપર જ છે એટલે કોઈ પણ અણજાણ માણસને ખબર જ ના હોય કે આટલો મોટો ખાડો છે અને આવી રીતે ગાડી ટર્ન લેતી વખતે અંદર જતી રહી છે તો આની જવાબદારી કોણ લેશે તંત્રની બેદરકારીના લીધે આજે અમારી ગાડીની હાલત કેવી થઈ ગઈ છે નુકસાન તો અમારે વધારે છે 70 થી 80 હજારની આસપાસ નુકસાન હશે.