વડોદરા તારીખ 14
વડોદરાના ખોડીયારનગર વિસ્તારમાં આવેલા મોબાઇલ સ્ટોરના મેનેજર દ્વારા મોબાઈલ સહિતની વિવિધ વસ્તુઓનો વેચાણ કરીને તેના નાણા બેંકમાં જમા નહીં કરાવીને રૂપિયા 13.98 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે. દુકાન માલિકે હરણી પોલીસ સ્ટેશનમાં સ્ટોર મેનેજર વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.
મૂળ મહેસાણાના અને હાલમાં અમદાવાદ એસજી હાઇવે પર આવેલી લાઇટ માર્ચ સોસાયટીમાં રહેતા કલ્પેશકુમાર ફુલચંદભાઈ ઝાલાની ફોનવાલે લિમિટેડ કંપનીની શાખાઓ જુદાજુદા સ્થળોએ આવેલી છે. તે પૈકી એક સ્ટોર ખોડીયાર નગર વિસ્તારમાં પંચમ ઈલાઈટ કોમ્પલેક્સમાં છે. આ સ્ટોરમાં ચાર માણસો કામ કરે છે. સ્ટોર મેનેજર તરીકે ગ્લેન્ટીન વિલ્સન ડીસોઝા (રહે. સ્વામી વિવેકાનંદ હાઇટ્સ લક્ષ્મીપુરા રોડ,ગોરવા) છે. જેઓ પુરા સ્ટોરની દેખરેખ રાખી રહ્યા છે. રિસીત નિલેશભાઈ સોલંકી સ્ટોરની એસેસરીઝ ડીપાર્ટમેંટમાં કામ કરે છે. ગત 26 નવેમ્બરના રોજ કંપનીના બ્રાંચ મેનેજર જતીન ચંગાકરે ખોડીયાર નગરના સ્ટોરમાં ઓડીટ કરતા સ્ટોર મેનેજર ગ્લેન્ટીન વિલ્સન ડીસોઝા દ્વારા રૂ.8.10 લાખના બીલો બનાવ્યા હતા, પરંતુ તેની રક્મ બેંકમા જમા નહી કરાવી હોવાનું જાણવા મળ્યું હતું. આ બાબતે તેમની પુછપરછ કરતા સ્ટોર મેનેજરે જણાવ્યું હતું કે તેઓએ કંપનીમા કોર્પોરેટ ડીલ કરી છે અને તેના રૂપિયા બે દિવસમાં આવી જશે. સ્ટોર સંચાલક સહિત બ્રાન્ચ મેનેજરે તેઓ ઉપર પાકો ભરોસો મુક્યો હતો પરંતુ , સ્ટોર ઉપર સર્ચ કરવાનુ ચાલુ કરતા 10 ડિસેમ્બરના રોજ સાંજના દરમિયાન સ્ટોરમા વેચાણના રૂ.9.21 લાખ બેંકમાં જમા કરાવ્યા ન હતા. ઉપરાંત 25 નવેમ્બરના રોજ રૂ.7.77 લાખના ખોટા બીલો બનાવ્યા હોવાનું બહાર આવ્યું હતું. સ્ટોરમા રાખેલો મોબાઈલ સ્ટોક ચેક કરતા તેમાથી એપલ કંપનીના ચાર તથા અન્ય કંપનીના છ મોબાઈલનુ વેચાણ કરી નાખ્યું હતુ તથા 39 હજારની ક્રેડિટ કાર્ડની સ્લીપ સોફ્ટવેરમાં અપલોડ કરી હતી. જેથી સ્ટોર સંચાલકે રૂ.13.48 લાખની મેનેજર ગ્લેન્ટીન વિલ્સનભાઈ ડીસોઝાએ કંપની સાથે છેતરપીડી કરી હોવાની ફરિયાદ હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
વડોદરા : ફોનવાલે મોબાઇલ સ્ટોર મેનેજર દ્વારા રૂ. 13.98 લાખની ઠગાઈ
By
Posted on