સમાજમાં મહિલાની બદનામી કરવાનું કાવતરુ કરનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ
પ્રતિનિધિ વડદરા તા.21
સોમાતળાવ વિસ્તારમાં રહેતી પરીણિત મહિલાના નામની ફેક સોશિયલ મીડિયા પર આઇડી બનાવી તેમનો ફોટો મંજૂરી મેળવ્યા વગર બદનામી કરવાના હેતુથી અપલોડ કર્યો હતો. જેથી મહિલાએ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સાઇબર ક્રાઇમ પોલીસે આ વ્યક્તિની શોધખોળ શરૂ કરી છે.
વડોદરા શહેરના સોમાતળાવ વિસ્તારમાં પરીણીત મહિલા ઘરકામ કરે છે. તેઓ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. 5 જાન્યુઆરીના રોજ તેમના પતિએ તેમને જાણ કરી હતી કે કોઇ અજાણ્યા શખ્સ દ્વારા સોશિયલ મીડિયા પર તારા નામની આઇડી બનાવી છે. જેથી મહિલાએ આ આઇડી ચેક કરતા તેની પ્રાફોઇલમાં તેમનો ફોટો મુકેલો હતો. જે ફોટો તેમની ઓરિજિનલ ડીપીમાં મુકેલો હતો તે જ ફોટો હતો. જેથી મહિલા ફેક આઈડીને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં આવી ચેક કરાવતા આ ફેક આઈડીનું નામ બદલાઈ ગયુ હતુ અને હવે તે અલ્પેશ પટેલ બતાવતું હતુ. ઉપરાંત પ્રોફાઇલમાં મુકેલો મહિલાનો ફોટો ડીલીટ કરી નાખવામાં આવ્યો હતો. આ આઈડી પરથી તેમની તથા તેમની આસપાસમાં રહેતી મહિલાઓની સમાજમાં બદનામી થાય તે રીતે આ કુત્ય કરવામાં આવ્યું હતું. જેથી તેમનો ફોટો મેળવી લઈ તેનો ફેક ફેસબુક આઇડીની પ્રોફાઈલમાં મુકી દેવામાં આવ્યો હતો. જેથી મહિલાની જાણ બહાર તેનો ફેક આઈડી બનાવવા સાથે પ્રોફાઈલમાં અપલોડ કરી સમાજમાં તેમની બદનામ કરવાનું કાવતરુ રચનાર વિરુદ્ધ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
