Vadodara

વડોદરા : ફરી હેલ્મેટના કાયદાનો અમલ,શરૂઆત સરકારી કર્મચારીઓથી

ડીજીપી વિકાસ સહાયના રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ પહેરવા ફરજીયાત કરવાના આદેશ, કાલથી હેલ્મેટ નહી પહેરનાર કર્મચારીઓ વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી થશે.

પ્રતિનિધિ વડોદરા તા.10

હવે ફરી હેલ્મેટ ન પહેરતા સરકારી કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાના ભાગરૂપે ડીજીપી દ્વારા આદેશ જારી  કરાયા છે. ત્યારે કાલથી વડોદરા શહેરમાં આવેલી તમામ સરકારી કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓએ હેલ્મેટ પહેરવું ફરજીયાત કરાયું છે. જેના કારણે દરેક સરકારી કચેરીઓ પર પોલીસ કર્મચારીઓની તૈનાત કરાશે અને જે કર્મચારીઓએ હેલ્મેટ ન પહેર્યું તેમની સામે કાર્યવાહી કરાશે.

હેલ્મેટ નહી પહેરવાના કારણે ઘણા લોકોના અકસ્માતમાં મોત નિપજતા હોય છે. ત્યારે સરકાર દ્વારા હેલ્મેટ પહેરવાના કાયદો ફરજિયાત કરવામાં આવતો હોય છે. તેમ છતાં વાહનચાલકો હેલ્મેટ પહેરવાના નિયમનું પાલન કરતા નથી. તેમાં મોટાભાગે સરકારી કર્મચારીઓ આ હેલ્મેટના નિયમોને ભંગ કરતા જોવા મળે છે. ત્યારે ડીજીપી વિકાસ સહાય દ્વારા વડોદરા શહેર સહિત રાજ્યની તમામ સરકારી કચેરીઓના કર્મચારીઓ માટે કાલે 11 ફેબ્રુઆરીના રોજથી હેલ્મેટ ફરજીયાત પહેરવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે. જેના પગલે કાલથી વડોદરા શહેરમાં આવેલી સરકારી કચેરી જેવી કે પોલીસ ભવન, નર્મદા ભવન, કોઠી કચેરી, કુબેર ભવન, સિટી સર્વે, ખંડેરામ માર્કેટ સહિતના વિવિધ કચેરીઓમાં નોકરી પર ટુ વ્હીલર આવતા કર્મચારીઓને હેલ્મેટ પહેરવાનું ફરજીયાત કરવામાં આવ્યુ છે. જેને લઇને કાલે સવારથી શહેરની તમામ સરકારી કચેરીઓ પર પોલીસ અને ટ્રાફિકના કર્મચારીઓની તૈનાત કરાશે. જેથી જો કોઇ સરકારી કર્મચારીઓ હેલ્મટ પહેર્યા વિના કચેરી પર આવશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Most Popular

To Top