Vadodara

વડોદરા: ફતેપુરા તથા ખોડીયારનગર વિસ્તારમાં તસ્કર ટોળકી ત્રાટકી….

ચોરચોરની બુમો પાડતા અંધારામાં ચોર ગાયબ…


વડોદરા શહેરમાં છેલ્લા કેટલા દિવસોથી મોડી રાત્રિના સમયે આવતી તસ્કર ટોળકી એ આતંક મચાવ્યો છે જેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. 14 ઓક્ટોબર ના રોજ રાત્રિના સમયે ફતેપુરા તથા ખોડીયાર નગર વિસ્તારમાં હથિયારધારી તસ્કર ટોળકી આવી હતી. પરંતુ લોકોએ ચોર આવ્યા ચોર આવ્યા ની બુમરાણ મચાવતા જ ટોળકી અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગઈ હતી. સ્થાનિક લોકો દ્વારા પણ પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલિંગ સઘન બનાવાય તેવી માંગ કરાઈ રહી છે.
વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી તસ્કર ટોળકી હથિયારો સાથે ત્રાટકતી હોવાના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. લોકો પોતાના ઘરની સુરક્ષા કરવા માટે આખી રાત સુધી ઉજાગરા કરવા મજબૂર બન્યા છે. લોકો પોતાના મોહલ્લા તથા સોસાયટીઓમાં આખી રાત સુધી રખેવાળી કરી રહ્યા છે. ત્યારે ગઈકાલે મોડી રાત્રિના સમયે ફતેપુરા વિસ્તારમાં આવેલા મંગલેશ્વર ઝાપા પાસે તસ્કર ટોળકી એક સાથે ત્રાટકી આવી હતી. આ ટોળકીને લોકો જોઈ જતા બૂમાબૂમ થઈ હતી જેમાં આ ટોળકી બાજુમાં આવેલ પાણીની ખાડીમાંથી અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગઈ હતી. બીજી તરફ ખોડીયાર નગર વિસ્તારમાં પણ તસ્કર ટોળકી ચોરી કરવાના ઇરાદે આવી હતી. પરંતુ લોકો જાગી જતા અંધારામાં ગાયબ થઈ ગઈ હતી. હથિયારો સાથે આવેલા ચોરોના કારણે વિસ્તારમાં રહેતી મહિલાઓ સહિત લોકોમાં ડર ફેલાયો છે અને પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલિંગ સધન બનાવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે.

Most Popular

To Top