Vadodara

વડોદરા : પ્રેમી માટે પતિની હત્યા, વાડીમાં પ્રેમી સાથે મળી પત્નીએ પતિને પતાવી દીધો

વડોદરા શહેરમાં ટ્રાઇ એન્ગલ લવ સ્ટોરીનો કરૂણ અંજામ આવ્યો છે. જેમાં વાડી વિસ્તારમાં રહેતા પત્નીના અન્ય યુવક સાથે પ્રેમ સંબંધના કારણે દંપતી વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. દરમિયાન પત્ની અને પ્રેમીએ હત્યાનો પ્લાન બનાવી બંનેએ રાત્રીના સમયે ઉંઘી રહેલા પતિનું મોઢુ તથા ગળુ દબાવીને ઠંડે કલેજે હત્યા કરી હતી. વાડી પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારી પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલા મોગલવાડા મદીના મસ્જીદ પાસે સોહેલ ચેમ્બરમાં રહેતા અબ્દુલકાદીર મોહંમદસાબીર તનસુજવાલાના પુત્ર મોહમ્મદ હમજાના લગ્ન બીબીફાતેમા સાથે થયા હતા. પરંતુ બીબીફાતેમાને અન્ય યુવક સાથે છેલ્લા ત્રણ વર્ષથી હાથીખાના ખાતે રહેતા સાહીલ સાજીદખાન  પ્રેમ સંબંધ હતો. જેની જાણ મોહમ્મદ હમજાના થઇ ગઇ હતી. જેથી તેના  હોવાના કારણે પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતા થયા કરતા હતા. જેથી બીબીફાતેમા તથા સાહીલના પ્રેમ સંબંધ  વચ્ચે મોહમંદ હમજા આડખિલી બનતો હોય બંને પ્રેમી પંખીએ તેનું કાસળ કાઢી નાખવાનો પ્લાન ઘડ્યો હતો અને 12 ઓગષ્ટના રોજ  રાત્રીના સમયે પતિ ઉંઘી ગયો હતો. તે દરમિયાન બીબીફાતીમાએ તેના પ્રેમીને ફોન કરીને બોલાવ્યો હતો. દરમિયાન મોડી રાત્રીના સમયે ઉંઘી રહેલા પતિના મોઢા પર પ્રેમી સાહીલ પઠાણે બીબીફાતેમા સાથે મળીને મોઢુ તથા ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતો. જેની ફરિયાદ મૃતક મોહમંદ હમજાના પિતાએ વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં પત્ની દ્વારા પ્રેમી સાથે મળીને પતિને મોતને ઘાટ ઉતાર્યો હોવાના ભેદ ઉકેલી પ્રેમી પંખીડાની ધરપકડ કરી વધુ પુછપરછ કરવા માટે પોલીસ દ્વારા આજે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે.

Most Popular

To Top