Vadodara

ખોડિયારનગરમાં એમજીવીસીએલના કર્મચારીઓ પર હુમલો, સબડિવિઝન કચેરીમાં પણ તોડફોડ


પ્રતિનિધિ વડોદરા તા.17
પૂર્વ વિસ્તારમાં આવેલા ખોડિયારનગર વિસ્તારમાં વીએમસીની કામગીરી દરમિયાન કેબલ કપાઇ ગયો હતો. જેથી કલાકો સુધી લાઇટ ડુલ રહેતા સ્થાનિક લોકો અકળાયાં હતા. જેથી સબડિવિઝન કચેરીએ ફોન કર્યો હતો. પરંતુ લાઇટ વહેલી ચાલુ નહી થતા ટુ વ્હીલર સ્થાનિક લોકો વીજ કચેરી ગયા હતા અને કેમ વારંવાર લાઇટ બંધ કરી દો છે તેમ કહી કચેરી પર પથ્થર મારો કરીને બારીના કાચ તથા દરવાજાની તોડફોડ કરી હતી.

ત્યારબાદ આ રોષે ભરાયેલા લોકોએ કેબલનું રિપેરિંગ કરી રહેલા વીજ કંપની કર્મચારીઓને કેમ લાઈટ વહેલી ચાલુ કરતા નથી તેમ કહી કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી માર માર્યો હતો. આ કર્મીઓ સાથે કેટલાક શખ્સો મારામારી તથા ઝપાઝપી કરતા હોવાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ સમગ્ર મામલો બાપોદ પોલીસ મથકે પહોચ્યો છે.

વડોદરા શહેરના ખોડિયારનગર વિસ્તારમાં ગઇ કાલે રાત્રીના સમયે વીજળી બંધ હતી. જેનો કોલ મળતા ખોડિયારનગર એમજીવીસીએલની સબડિવિઝન કચેરીના લાઇન મેન મહેન્દ્રભાઈ નેવરભાઈ નાયકા , ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ અશ્વિનકુમાર ગોવિંદભાઈ વરીયા અને ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ જયંતીભાઈ ધુળાભાઈ માછી વિસ્તારમાં ફરી ફરીને ફોલ્ટ શોધી રહ્યાં હતા. દરમિયાન ડેપ્યુટી ઇજનેર ચિરાગભાઈ સોનીએ લાઇનમેનને ફોન કરી, શ્રીજી વિલા ફીડરની 11 કેવી વીજળી લાઇનનો કેબલ વડોદરા મહાનગર પાલિકાની કામગીરી દરમિયાન તૂટી ગયો તેમ જણાવ્યુ હતું.

ફોલ્ટ મળી જતા ઇનજેનેર કર્મચારીઓને કેબલ રિપેર કરવા માટે કહ્યું હતું. જેથી લાઇન મેન, ઇલેક્ટ્રીકલ આસિસ્ટન્ટ સહિતના કર્મચારીઓ શ્રીજી વિલા ફીડર લાઇનના કેબલની તપાસ કરી હતી ત્યારે સિધ્ધેશ્વર હોનેસ્ટ ફ્લેટ પાસે કેબલ તૂટેલો હોવાનું જાણવા મળ્યું હતુ અને ત્યાં કર્મચારીઓ કેબલના રિપેરિંગની કામગીરી કરવા લાગ્યા હતા. દરમિયાન ખોડિયારનગર સબ-ડિવિઝનના કમ્પ્લેન્ટ સેન્ટરમાં કામ કરતા ફોન ઓપરેટર હર્ષદભાઈ પરમારે લાઇનમેનને ફોન કરી તેમની ઓફિસે જણાવ્યું કે ટુ વ્હીલર પર ત્રણ-ચાર લોકો આવ્યાં છે અને લાઇટ વારંવાર કેમ કાપી નાખો છો? ઘણો સમય થઇ ગયો છતાં રિપેરિંગ કામ કેમ નથી થયું? તેમ કહી ઝઘડો કરી રહ્યા છે . આ લોકોએ ઉશ્કેરાયેલા લોકોએ છૂટા પથ્થરોથી હુમલો કરીને વીજ ઓફિસની બારીના કાચ તથા એક ભારી દરવાજો તોડી નાખ્યો છે.

તોડફોડ કરનાર આ ત્રણ ચાર લોકો સિધ્ધેશ્વર ઓનેસ્ટ ફ્લેટ પાસે કેબલ રિપેરિંગનું કામ કરી રહેલા લાઇનમેન સહિતના કર્મચારીઓ પાસે બે ટુ-વ્હીલર પર ધસી આવેલા દીપક રમણ રાણા, મહેન્દ્રસિંહ ભવરસિંહ પરમાર, રતનલાલ બંસીલાલ ખટીક અને ચંદ્રકાંત પટેલ અને ગાળો બોલી હજુ સુધી લાઇટ કેમ ચાલુ કરી નથી તેમ કહીને અશ્વિનભાઈ અને જયંતીભાઈ સાથે ઝપાઝપી કરવા લાગ્યાં હતા. દરમિયાન લાઇનમેને વચ્ચે પડવાનો પ્રયાસ કરતા આ લોકોએ તેમને પણ માર માર્યો હતો.

સમગ્ર મામલો બાપોદ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. કેટલાક લોકો વીજ કંપનીના કર્મચારીઓ સાથે ઝપાઝપી તથા મારામારી કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. ત્યારે પોલીસે વીડિયોમા મારામારી કરતા શખ્સો સામે કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top