Vadodara

વડોદરા : પીએમ આવાસ યોજનાની બીલ અર્બન રેસિડેન્સીમાં વુડાની ટીમ દ્વારા ચેકીંગ,મકાનમાં રહેતા સાચા લાભાર્થીને પણ નોટિસ આપતા વિવાદ

નોકરી ધંધે ગયેલા લોકોના ઘરોના દરવાજે નોટિસ ચોંટાડતા લોકોમાં રોષ :

લાભાર્થીઓ પોતે રહે છે કે ભાડુઆતને મકાન આપ્યા છે તે અંગેની તપાસ કરવામાં આવી :

વડોદરા શહેરના બિલ અર્બન રેસીડેન્સી ખાતે વુડાના અધિકારીઓએ રેડ કરી હતી. જે લોકોને મકાનો ફાળવવામાં આવ્યા છે તેઓ પોતે આ મકાનોમાં રહે છે કે, ભાડુઆતને મકાનો આપ્યા છે તે અંગેની તપાસ કરવામાં આવી હતી જોકે આ વચ્ચે જે લોકો પોતે લાભાર્થી છે અને પોતે જ રહે છે તેવા લોકોના મકાનોને પણ નોટિસ આપતા લોકોમાં રોષ ફેલાયો હતો.

વડોદરા શહેર નજીલ બાંકો કંપની પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાની બિલ અર્બન રેસીડેન્સી ખાતે વુડાના અધિકારી સહિતની ટીમોએ ઓચિંતુ ચેકિંગ કર્યું હતું. પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો જે લાભાર્થીને ફાળવવામાં આવ્યા છે, તેઓ પોતે જ આ મકાનોમાં રહે છે કે કેમ અથવા પોતે બીજે રહી અને આ મકાન ભાડુઆતને આપ્યું હોય તે અંગેની તપાસ કરવામાં આવી હતી જોકે વુડાના અધિકારી સહિતની ટીમે કરેલા આ ચેકિંગ દરમિયાન કેટલાક લાભાર્થી જે પોતે જ અહીં મકાનમાં રહે છે. પરંતુ કામકાજ અર્થે બહાર ગયેલ હોય અથવા તો શાળામાં બાળકને મુકવા ગયેલ હોય તેવા કાયદેસર રહેતા લોકોના મકાનના દરવાજે નોટિસ ચોંટાડતા વિવાદ સર્જાયો હતો. જેને લઈને સ્થાનિકોમાં રોશની લાગણી ફેલાય છે, તો બીજી તરફ અચાનક વહેલી સવારે વુડાની ટીમ કોના ઇશારે આવી તેવા આક્ષેપ સાથે પણ અર્બન રેસિડેન્સીના લોકોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

જયેશ પરમારે જણાવ્યું હતું કે, બિલ ટીપી એક એફપી-38 બિલ અર્બન રેસીડેન્સી છે. અહીંયા વુડાની ટીમ આવીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું કે અહીંયા કોઈ ભાડેથી રહેતા હોય કે મકાન બંધ હોય જેઓને મકાન મળ્યા છે પણ એક વર્ષ ઉપર થવા આવ્યું છતાં રહેવા નથી આવ્યા એવા લોકોના ઘરમાં નોટિસ મારવામાં આવી છે પણ એમાં ક્યાંક ને ક્યાંક એવી જગ્યા પર નોટિસ લાગી ગઈ છે કે જે લોકો રહે છે અને નોકરી ધંધા ગયા હોય એવા લોકોના ઘરના પણ નોટિસ ભાગી ગઈ છે દરવાજાના લોક જોઈને, ભોળા ના ચેકિંગ નો સમય પણ એ પ્રમાણે હોવો જોઈએ જેથી ઘરના લોકો એમને અહીંયા મળે અને મકાન માલિક જે છે એણે જાતે જ આ મકાનોમાં રહેવું જોઈએ જ્યારે ગવર્મેન્ટ એ ફોર્મ ભરાવ્યા હતા ત્યારે એમાં ઉલ્લેખ કરેલો જ છે કે આ મકાન તમને રહેવા માટે આપ્યું છે ભાડે કે વેચાણ કરવા માટે નથી અને સાત વર્ષની મુદત છે ત્યાં સુધી

હંસાબેન તિવારીએ જણાવ્યું હતું કે, હું અહીંયા રહું છું, સંપત રાવ કોલોની ખાતે નોકરી કરું છું સવારે પણ હું નોકરી ગઈ હતી. પૈસા ભરાઈ ગયા છે. મારા મકાનનો દસ્તાવેજ થઈ ગયો છે. હું કાયદેસર રહું છું છતાં મારા મકાન બહાર નોટિસ મારી છે.

Most Popular

To Top