શહેરમાં ગેરકાયદેસર કચરો નિકાલ પર નિયંત્રણ માટે વડોદરા પાલિકા દ્વારા સીસીટીવી કેમેરા દ્વારા કચરાખોરોના વાહન નંબર અને સ્થળની માહિતી ડિજીટલ બોર્ડ પર પ્રસારિત કરવામાં આવી રહી છે. આ પગલાંથી નાગરિકોમાં જવાબદારીનો ભાવ વધારવાનો અને શહેરને વધુ સ્વચ્છ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
વડોદરા પાલિકા દ્વારા કચરાખોરો સામે નવો અને અસરકારક પ્રયોગ હાથ ધરાયો છે. શહેરમાં કચરો ફેંકનારાઓને સીસીટીવી કેમેરા દ્વારા પકડીને તેમના વાહન નંબર સહિતની વિગતો ડિજીટલ બોર્ડ પર જાહેર કરવામાં આવી રહી છે. આ પ્રયાસ વડોદરાના કચરાખોરો પર કડક પગલાં લેવા માટે છે અને લોકોમાં જવાબદારીનો ભાવ જગાવવા માટે અનોખો પગલુ ગણાય છે.

પાલિકા દ્વારા શહેરમાં અનેક જગ્યાએ સીસીટીવી લગાવવામાં આવ્યા છે, જ્યાં કચરો ફેંકાતા હોય તે સ્થળોની નગરવાસીઓ સામે ખુલાસો થાય તે માટે હવે કચરો ફેંકનારના વાહન નંબર, સ્થળ અને સીસીટીવી ચિત્રો ડિજીટલ બોર્ડ પર પ્રસારિત કરવામાં આવે છે. અગાઉ માત્ર દંડની કાર્યવાહી થતી હતી, પરંતુ હવે આ જાહેર કરવાના પગલાથી કચરાખોરો પર સામાજિક દબાણ પણ વધશે અને તેઓ સુધરવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ બાબતે આઇ ટી વિભાગના અધિકારી મનીષ ભટ્ટએ જણાવ્યું છે કે પાલિકા કમિશ્નર ની સૂચના આપવામાં આવી હતી ત્યાર બાદ જાહેર માર્ગ પર કચરો નાખનાર ની વિગતો જાહેર માર્ગ પર લગાવેલા LED પર મૂકવામાં આવશે આ પ્રયાસ વડોદરા પાલિકા દ્વારા શહેરને વધુ સ્વચ્છ બનાવવા માટે નાગરિકોને જવાબદાર બનાવવા અને કચરાના ગેરકાયદેસર નિકાલ પર નિયંત્રણ લાવવા માટે લેવામાં આવ્યો છે.