Vadodara

વડોદરા પાલિકાની કાર્યવાહી, ૩૧૦ લીટર પાણીપુરીનુ પાણી, ૨૮ કિલો અખાદ્ય પદાર્થ, ૨૭ કિલો કેરીના રસનો નાશ કરાયો

વિવિધ વિસ્તારોમાં છેલ્લા એક માસથી ખાણીપીણીની લારીઓ, દુકાનો, ફુડ વેન્ડીંગ એસ્ટાબ્લીસમેન્ટ, કેરીનાં રસના તંબુઓ, શેરડીના રસના કોલાના ચેકીંગની કામગીરી

વડોદરા, તા.
ઉનાળાની ઋતુને અનુલક્ષીને શહેરની જાહેર જનતાનાં આરોગ્યની સુખાકારી ધ્યાનમાં રાખી પાલિકાના વિવિધ વિસ્તારોમાં છેલ્લા એક માસથી ખાણીપીણીની લારીઓ, દુકાનો, ફુડ વેન્ડીંગ એસ્ટાબ્લીસમેન્ટ, કેરીનાં રસના તંબુઓ, શેરડીના રસના કોલાના ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જુદા-જુદા વિસ્તારોમાં ૧૧૭ ખાણીપીણીની લારીઓ, ૨૨ દુકાનો, ૬ ફુડ વેન્ડીંગ એસ્ટાબ્લીસમેન્ટ, ૨ કેરીના રસના તંબુ, ૨ શેરડીના રસના કોલામાં ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ૩૧૦ લીટર પાણીપુરીનુ પાણી, ૨૮ કિલો અખાદ્ય ખાદ્ય પદાર્થ, ૨૭ કિલો કેરીનો રસ, ૧૫ કિલો સીંથેટીક ફુડ કલરવાળી ચાસણીનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો
ઉનાળાની ઋતુને અનુલક્ષીને મ્યુનિસિપલ કમિશ્નર અરુણ મહેશ બાબુની સુચનાં મુજબ ડેઝીગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદાર ડૉ.મુકેશ વૈધના માર્ગદર્શન હેઠળ ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફીસરો દ્વારા બે ટીમો બનાવી આકસ્મીક ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવેલ. શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં ૧૧૭ ખાણીપીણીની લારીઓ, ૨૨ દુકાનો, ૬ ફુડ વેન્ડીંગ એસ્ટાબ્લીસમેન્ટ, ૨ કેરીના રસના તંબુ, ૨ શેરડીના રસના કોલામાં ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવેલ. ૩૧૦ લીટર પાણીપુરીનુ પાણી, ૨૮ કિલો અખાદ્ય ખાદ્ય પદાર્થ, ૨૭ કિલો કેરીનો રસ, ૧૫ કિલો સીંથેટીક ફુડ કલરવાળી ચાસણીનો સ્થળ પરજ નાશ કરવામાં આવ્યો હતો. ખોરાક શાખાનાં ફુડ સેફટી ઓફીસરો દ્વારા વિવિધ વિસ્તારોમા ૧૧૭ ખાણીપીણીની લારીઓ, ૨૨ દુકાનો, ૬ ફુડ વેન્ડીંગ એસ્ટાબ્લીસમેન્ટ, ૨ કેરીના રસના તંબુ, ૨ શેરડીના રસના કોલામાં ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ૩૧૦ લીટર પાણીપુરીનુ પાણી, ૨૮ કિલો અખાદ્ય ખાદ્ય પદાર્થ, ૨૭ કિલો કેરીનો રસ, ૧૫ કિલો સીંથેટીક ફુડ કલરવાળી ચાસણીનો સ્થળ પરજ નાશ કરવામાં આવ્યો હતો


ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગર દ્વારા ફાળવવામાં આવેલ ફુડ સેફટી ઓન વ્હીલ્સ (મોબાઇલ ફુડ ટેસ્ટીંગ વાન) દ્વારા જુદા-જુદા વિસ્તારોમાં ૨ ટ્રેનિંગ પ્રોગ્રામ, ૨ અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવેલ. કારેલીબાગ, ગુરૂકુલ ચાર રસ્તા, પરીવાર ચાર રસ્તા, છાણી, અલકાપુરી, પંડ્યા બ્રીજ વિસ્તારની વિવિધ લારીઓમાં ચેકીંગની કામગીરી હાથ ધરી મસાલા-તેજાના, તેલ, ઘી, ગ્રેવી, માવો, મીઠાઇ, આઇસ્ક્રીમ, વિવિધ ક્રશ સીરપ, ચટણી, પ્રીપેર્ડ ફુડ વિગેરેનાં ૨૬૬ નમુનાનું સ્થળ પરજ ચેકીંગ કરી તથા ટી.પી.સી. મશીન દ્વારા ૬ સ્થળોએ તેલની ઘનતા માપવામાં આવી હતી. ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ–૨૦૦૬ અને રુલ્સ અને રેગ્યુલેશન-૨૦૧૧ અન્વયે સધન ચેકીંગ દરમ્યાન કરાયું હતું. શિડયુલ-૪ મુજબ વર્તમાન પત્રમાં ખોરાક ઢાંકવો, રાખવા કે પેક કરવો નહી, એક તેલથી વારંવાર ખાદ્ય પદાર્થ તળવો નહીં, તૈયાર થયેલ ખાદ્ય પદાર્થ હંમેશા ઢાંકેલો રાખવો, રો-મટીરીયલ્સ ભરવાના કન્ટેનર હંમેશા સાફ રાખવા, સાફ અને સોસી ન સકાય તેવા ફુડગ્રેડ મટીરીયલના સાધનોનો ઉપયોગ કરવો, મેટાલીક કોન્ટામીનેશન થાય તેવા કન્ટેનરોનો ઉપયોગ ખાદ્ય પદાર્થો બનાવવામાં કરવો નહી, તમામ ખાણીપીણીની ચીજો જમીનથી ૬ઇચ ઉચી રાખવી, પીવાનુ પાણી તથા ખોરાક બનાવવા માટે હંમેશા સ્વચ્છ પાણીનો ઉપયોગ કરવો, દરેક ફુડ હેન્ડલરે ટોપી, મોજા, એપ્રન પહેરવા તેમજ નખ, વાળ કાપેલા રાખવા, કચરા પેટી ઢાકણવાળી રાખવી, જાહેર જનતાને સ્પષ્ટ રીતે દેખાય તેમ લાયસન્સ/રજીસ્ટ્રેશન પ્રદર્શીત કરવાની કડક સુચના આપી હતી.

Most Popular

To Top