પ્રોફેસર મિત્રો સાથે NH 8 પર જગદીશ ફરસાણમાં નાસ્તો કરી પરત આવતા ત્યારે ગઠિયાઓએ નિશાન બનાવ્યાં
વડોદરામાં વાઘોડિયા રોડ પર ભાડાના મકાનમાં રહેતા પારૂલ યુનિવર્સિટીના મહિલા પ્રોફેસર બે મહિલા મિત્રો સાથે નેશનલ હાઇવ 8 પર જગદીશ ફરસાણમાં નાસ્તો કરી પરત આવતા હતા. તે દરમિયાન એક ગઠિયો તેમની પાસે આવ્યો હતો અને ગળામાંથી 45 હજારની 10 ગ્રામની સોનાની ચેઇ તોડી આગળ ઉભેલા બે ગઠિયા સાથે બાઇક પર બેસી ફરાર થઇ ગયો હતો.
પ્રોફેસરે ફરિયાદ નોંધાવી
મૂળ આંધ્રપ્રદેશના અને હાલ વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર એલ એન્ડ ટી નોલેજ સિટીની સામે વી આર ઇમ્પીરાયામાં ભાડાના મકાનમાં રહેતા પાવની દશરથ રામીરેડ્ડી (ઉ.વ.25) પારુલ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે નોકરી છે. તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે 28 માર્ચના રોજ હુ મારી મિત્ર શ્રાવની નારાયણા તથા સુપ્રિયા ક્રિષ્ટીપાટીની સાથે સાડા સાત વાગ્યા સુમારે અમે નેશનલ હાઇવ 8 ક્રોસ કરી ગેલેક્સી મોલની બાજુના આવેલા જગદીશ ફરસાણમાં નાસ્તો કરીને વાતો કરતા કરતા આવી રહ્યા હતા. તે દરમિયાન સાડા આઠ વાગ્યાના અરસામાં એક શખ્સ અમારી પાસે આવ્યો હતો અને પાછળથી ખભા પર હાથ અડાવીને બોલવવા ઇસારો કર્યો હતો. જેથી મે તેની સામે જોવા જતા તેણે મારા ગળામાં હાથ નાખીને સોનાની 45 હજારની ચેઇન ઝુંટવી ભાગવા લાગ્યો હતો. થોડે આગળ બે શખ્સો બાઇક લઇને ઉભા હોય તેમની પાછળ બેસીને ફરાર થઇ ગયો હતો.
ત્રિપુટી પૈકી બે ચોર બાઇક લઇ આગળ ઉભા હતા, જ્યારે એક યુવતી પાસે ચેન તોડવા ગયો
પ્રોફેસર તેમના બે મહિલા મિત્રો સાથે મજા મસ્તીમાં વાતો કરતા કરતા આવી રહ્યા હતા. તે દરમિયાન અછોડા તોડ ત્રિપુટીએ તેમને જોઇને લીધા હતા. તેઓ વાતોમાં મશગુલ હોય ત્રિપુટીએ મહિલાને નિશાન બનાવવાનો પ્લાન બનાવ્યો હતો. જેમાં બે શખ્સો આગળ ઉભા રહ્યા હતા અને એક ચોર મહિલાઓ પાસે આવ્યો હતો અને તેઓ વાતોમાં મગ્ન હોય સહેજ પણ વિચાર આવ્યો ન હતો કે આ ચોર છે. તેના ઇસારા પ્રમાણે પ્રોફેસર તેની સામે જોવા જતા જ ગઠિયો સોનાની ચેન તોડી ભાગી ગયો હતો.
બાપોદ પોલીસે બાઇક સવાર ત્રિપુટીની શોધખોળ શરૂ કરી
પારૂલ યુનિવર્સિટીના પ્રોફેસર પોલીસને જણાવ્યું હતું કે ગઠિયો મારી પાસે આવ્યો હતો અને મારા ખભા પર હાથ અડાવતા મે તેની સામે જોવા જતા પલવારમાં મારી ચેન તોડી ભાગ્યો હતો. મે બુમાબુમ કરી હતી પરંતુ બાઇક પર નો દો ગ્યારાહ થઇ ગયો હતો. ચેન તોડાનાર માસ્ક પહેરી આવ્યો હતો. ચેન તોડી હુ તથા મિત્રો ગભરાઇ ગયા હોય ચોરોનું મોઢુ તથા બાઇક નંબર પણ જોઇ શક્યા ન હતા. જેથી બાપોદ પોલીસે ત્યાં રોડ પર લગાવેલા સીસીટીવીના આધારે તેમની શોધખોળ શરૂ કરી છે.
અઠવાડિયા પહેલા બાઇક સવાર ટોળકીએ પીટીએસના ઓફિસ આસિ.ના ગળામાંથી ચેઇન તોડી હતી
વડોદરા શહેરના હરણી સમા લિંક પર પર મધુવન ટેસ્ટમાં રહેતા અને પોસ્ટલ ટ્રેનિંગ સેન્ટર ખાતે ઓફીસ આસીસ્ટન્ટ તરીક ફરજ બજાવતા જતીનભાઇ ચતુરભાઈ કાથરોટીયા 22 માર્ચે પત્ની અને પુત્ર સાથે ચાલવા માટે નીકલ્યા હતા. તે દરમિયાન બાઇક પર ત્રિપૂટી આવી હતી અને તેમના ગળામાંથી સોનાની તોડી હતી. જોકે તેમને ચેન પકડી લેતા અડધી ચેન ઝુંટવી ફરાર થઇ ગયા હતા.