પ્રતિનિધિ વડોદરા તા.
વડોદરા જિલ્લાના પાદરામાં ચોરી કરવા આવ્યા હોવાની આશંકાએ સ્થાનિક લોકોએ ત્રણ પરપ્રાંતીઓને ઢીબી નાખ્યા હતા. જેથી તેમને ગંભીર ઇજાઓ પહોંચી હોય સારવાર માટે પાદરાના સરકારી દવાખાનામાં ખસેડાયા છે.
વડોદરા જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં પરપ્રાંતીય લોકોની ટોળકી હથિયારો સાથે ચોરી કરવાના ઇરાદે મોડી રાત્રિના સમયે આવતી હોય છે. જેના કારણે લોકોમાં ભાઈના માહોલ ફેલાયો છે. લોકો પોતાના ઘરમાં પણ કોઈ પણ બનાવ ન બની જાય તેના માટે આખી રાત સુધી ફળિયામાં લોકો બેસીને ચોકીદારી કરી રહ્યા છે. ત્યારે પાદરામાં ત્રણ જેટલા પરપ્રાંતીય લોકો આવ્યા હતા ત્યારે સ્થાનિક લોકોએ તેમને ચોર સમજીને ફટકાર્યા હતા. ઉસ્કેરાયેલા ટોળાએ લોકોને એટલી હદે મેથીપાક ચખાડ્યો હતો કે તેમને પાદરા ની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવાની નોબત આવી છે. સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ આ ત્રણ પરપ્રાંતિય લોકો પાદરામાં આવેલી કોઈ એક કંપનીમાં નોકરી કરે છે. રાત્રિના સમયે તેઓ ગરબા જોવા માટે નીકળ્યા હતા દરમિયાન લોકોને તેમના પર ચોર હોવાની આશંકા જતા તેમને પકડી લીધા હતા અને ઢીબી નાખ્યા હતા. દરમિયાન ઘટનાની જાણ થતા પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી.
વડોદરા : પાદરામાં ચોર હોવાની આશંકાએ સ્થાનિકોએ ત્રણ પરપ્રાંતિયોને ઢીબી નાખ્યા
By
Posted on