Vadodara

વડોદરા : પાણીગેટ મદાર માર્કેટ નજીક અમીન ચેમ્બર્સમાં મકાનમાં આગ,ફાયર સેફટીનો અભાવ

નીચે દુકાનો અને ઉપર વસાહત આવેલી છે :

ફાયરબ્રિગેડને ફાયર સેફટીના સાધનો મળ્યા નહિ :

( પ્રતિનિધિ )વડોદરા,તા.16

વડોદરા શહેરના પાણીગેટ દરવાજા નજીક આવેલા અમીન ચેમ્બર્સમાં આવેલા એક બંધ મકાનમાં આગ લાગી હતી. જેને પગલે ઘટના સ્થળે લોકટોળા એકત્ર થઈ ગયા હતા. બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર આવી પહોંચ્યા હતા અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. નસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. જ્યારે બીજી તરફ આ ચેમ્બર્સમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો છે.

સબ ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, મદાર માર્કેટ પાણીગેટ ખાતે એક કોમ્પલેક્ષમાં આગની ઘટના બની હતી. જે સંદર્ભ વડોદરા ફાયર બ્રિગેડની એક ટીમે આવીને આગ ઉપર કાબુ મેળવ્યો છે. આગલનું કારણ હજી જાણી શકાયું નથી. કદાચ ગેસ લીકેજ હોઈ શકે ઉપરની સાઈડ એ લોકોનું વેલ્ડીંગનું કામ ચાલુ હતું. જેથી તણખલા ઉડ્યા હોય અને કદાચ આગ લાગી શકે. આગ એ એમની ઓટીજીની જગ્યાઓ છે બાથરૂમ વેન્ટિલેશન નીચેની જગ્યા છે તેમાં આગ લાગી હતી. નુકસાન કોઈ જાણવા મળ્યું નથી. આ જૂના બિલ્ડીંગો છે. ગ્રાઉન્ડ પ્લસ થ્રી ફોર ના હોય તો અમુક રેસિડેન્સી બિલ્ડીંગ ઉપર તેમાં 15 મીટર સુધી એનઓસીની અમુક રાહત આપેલી છે અને આ કોમર્શિયલ છે. તેઓએ ખરેખર તો એક્સીન્ગ્યુસર વસાવા જોઈએ. પરંતુ અત્યારે દેખાતા નથી નીચે દુકાનો લાગેલી છે અને ઉપર રેસીડેન્સીયલ એમની વસાહત લાગી રહી છે. એમાં કોઈ જણાય આવ્યું નથી. સાધનો નથી એટલે એનઓસી ના હોઈ શકે. જે નિયમમાં આવતા હશે તો અમે સો ટકા એમની પર કાર્યવાહી કરવામાં આવશે.

Most Popular

To Top