Vadodara

વડોદરા : પતિ બાબતે પુછતા ત્રણ શખ્સોએ પરીણીતાને પટ્ટાથી માર માર્યો, કપડા ફાડી નાખ્યાં બાદ શારીરિક છેડતી પણ કરી

પરિણીતાના સાસુ,સસરા, જીજાજી અને મામા સસરા પર હુમલો, ઇજાગ્રસ્તોને સારવાર માટે એસએસજીમાં ખસેડાયાં, ત્રણ સામે પોલીસ ફરિયાદ

(પ્રતિનિધિ) વડોદરા તા.25

રેલવે કોલોનીમાં રહેતી પરીણાતાનો પતિ મોડી રાત સુધી ઘરે પરત નહી ફરતા તેણી તેમને શોધવા માટે નીકળી હતી. ત્યારે પતિના ત્રણ મિત્રો મળતા પતિ બાબતે પુછ્યું હતું ત્યારે ત્રણેય જણાએ જાતિ વિષયક ગાળો આપી પરિણીતાને માર માર્યા બાદ કપડા ફાડી નાખી શારીરિક છેડતી પણ કરી હતી. દરમિયાન દોડી આવેલા પરિણીતાના સાસુ, સસરા, જીજાજી અને મામા સસરાને ત્રણેવે પટ્ટાથી ઢોર માર માર્યો હતો. ઇજાગ્રસ્તોને સારવાર એસએસજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરિણીતાએ રેલવે પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

વડોદરા શહેરમાં રેલવે કોલોનીમાં રહેતા પરીણીતાના પતિના પતિ પ્રાઇમ કાર સ્ટુડિયોમાં નોકરી છે અને તેઓ રોજ 7 વાગ્યાના અરસામાં ઘરે આવી જાય છે, પરંતુ 23 એપ્રિલના રોજ રાતના 8.30 વાગ્યા સુધીમાં તેઓ ઘરે પરત આવ્યા ન હતા. જેથી પરીણીતા તેમને શોધવા માટે રાત્રીના 10 વાગ્યાના અરસામાં અનાજ દળવાની ઘંટી પાસે પહોંચ્યા હતા. ત્યારે તેમના પતિના મિત્રે વારીશ, અખિલેશ યાદવ અને દિપક યાદવ મળ્યા હતા. ત્યારે પતિએ ક્યાં છે હજુ ઘરે આવ્યા નથી અને તમારા લોકોની સાથે તે ખોટા રસ્તે જાય છે તેમ કહ્યું હતું. ત્યારે ત્રણેય જણાયે તેમને જાતિવિષયક ગાળો બોલવા લાગ્યા હતા. દરમિયાન તેમના સાસુ અને સસરા ત્યાં આવી પહોંચ્યા હતા ત્યારે તેમને જાતિ વિષયક ગાળો ભાંડીને પટ્ટાથી માર માર્યો હતો. ત્યારબાદ તેઓએ મારી કમીઝમાં હાથ નાખીને ફાડી નાખ્યા બાદ છાતી પર હાથ મુકી છેડતી કરી હતી. થોડી વાર બાદ તેમના જીજાજી તથા મામા સસરા આવી ગયા હતા ત્યારે વારીસ, અખીલેશ તથા દિપક યાદવે તેમને પણ પટ્ટાથી મારમારી એક્ટિવાને નુક્સાન પહોંચાડ્યું હતું. તેઓએ કંટ્રોલમાં ફોન કરતા ફતેગંજ પોલીસ આવી જતા માર મારનાર ત્રણ જણા ભાગી ગયા હતા. જેથી પરીણીતા સહિતના ઇજાગ્રસ્તોને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરીણીતાએ રેલવે પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોધાવી છે.

Most Popular

To Top