Vadodara

વડોદરા : નિવૃત એરફોર્સના કર્મચારી સાથે સગા ભાઇઓ દ્વારા રૂ. 44.56 લાખની ઠગાઇ

સહિયારી મિલકતમાંથી હક જતો કરતો હોવાની ડમી વ્યક્તિ પાસે સહી કરાવી લીધી

બે ભાઇ અને બે સાક્ષી સહિતના ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ..

ગોરવા પંચવટી વિસ્તારમાં રહેતા નિવૃત એરફોર્સના કર્મચારીના સહિયારી મિલકત માણેજા ખાતે આવેલી છે. પરંતુ તેમના બંને ભાઇઓએ તેમના ભાગ આપવો ના પડે માટે તેના માટે ડમી વ્યક્તિ ઉભો કરી સહિ કરાવ્યા બાદ બંન્ને ભાઇએ બેન્કમાંથી મિલકત પ.ર લાખના હાઉસિંગ લોન બારોબાર લઇ લીધી હતી. જેથી એરફોર્સના કર્મીએ બંને ભાઇ સહિતના ચાર લોકો વિરુદ્ધ ઠગાઇની ફરિયાદ નોંધાવી છે.  

ગોરવા પંચવટી વિસ્તારમાં પ્રથમ સૃષ્ટિ સોસાયટીમાં રહેતા અરર્વિદસિંધ તાલેવરસિંઘ એરફોર્સ નોકરીમાંથી નિવૃત્ત જીવન ગુજારે છે. વર્ષ 2023માં તેમના મોબાઈલ ફોનમાં ફાયનાન્સિયલ સિવિલ સ્કોર માટેનો મેસેજ આવ્યો હતો પરંતુ તેઓએ કોઈ બેંકમાં સિવીલ સ્કોર ચેક કરાવ્યો ન હતો. પરંતુ તેઓ આગ્રા ખાતે હતા  પરંતુ તેઓ આગ્રા ઉત્તરપ્રદેશ ખાતે હોવાથી તેમના દીકરા ઉત્કર્ષને વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલી બેન્કમાં તપાસ કરી હતી ત્યારે ટાટા કેપિટલમાંથી સિવિલ સ્કોર કરાયો હોવાનું માલૂમ પડ્યું  હતું. તેમના પિતાજીએ જાંબુઆ જકાતનાકા વોલ્ટેમ કંપની પાછળ ગાયત્રી નગર સોસાયટીમાં  મકાન વર્ષ 1999માં ગાયત્રી ડેવલોપર્સ પાસેથી ખરીદ કર્યું હતું. પરંતુ તેમના પિતાજી તથા માતાના મૃત્યુ પછી તેમાં વારસાઈ નોંધમાં તેમના તથા બંને ભાઈઓ ચઢાવ્યા હતા. અગાઉ તેમની માતાએ ઉત્તરપ્રદેશ ખાતે આવેલુ મકાન અરવિંદસિંઘના તથા માણેજાનું મકાન તેમના બે ભાઈઓને આપવાનું વીલમાં લખી આપ્યું હતું. તેમના બે ભાઇઓએ મકાન ઉપર સર્વોદય સ્મોલ ફાઈનાન્સ બેંકમાંથી અરવિંદસિંઘના ડોક્યુમેટ ઉપર રૂ. 31.21 લાખની હાઉસીંગ લોન લીધી હતી. મિલતકમાં તેમનો બીન અવેજી હક કરવાનો લેખ માણેજા સબ રજીસ્ટાર કચેરી-માંજલપુર ખાતે થયો છે.જેના આધારે તપાસ કરતા તેમને જાણવા મળ્યું હતું કે તેમના બંને ભાઇઓએ હિતેન્દ્રસિંઘ, શૈલેન્દ્રસિંઘે બે સાક્ષીઓ નિલેશ શિવાજીરાવ સાલેકર  તથા અજયભાઇ જયંતીભાઈ સોલંકીને રાખી તેમની જગ્યાએ અન્ય કોઇ ડમી વ્યક્તીને ઉભો કરી ખોટી સહીઓ કરી ડમી વ્યકિતએ મારા વતિ વીડિયો રેકોર્ડિંગમાં હક જતો કરવાની જુબાની આપી હતી લેખ તૈયાર બનાવ્યો હતો. બિન અવેજી હક્ક કરવાના લેખના આધારે બંને ભાઈએ  તેમને  મકાનનો ભાગ આપવો ન પડે  માટે બંને ભાઇઓએ ટાટા કેપીટલ હાઉસીંગ ફાઇનાંસમાંથી રૂ. 44.56 લાખની લોન લઈને છેતરપિંડી  કરી હતી. જેથી તેઓએ હિતેન્દ્રસિંહ તાલેવરસિંઘ, શૈલેન્દ્રસિંઘ તાલવરસિંઘ, અજય સોલંકી તથા વિજયસિંઘ રાઠોડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

  • પહેલા 29.56 લાખ હોમ લોન બાદ 15 લાખની ટોપ અપ લોન પણ લીધી

માંજલપુર સબ રજિસ્ટ્રાર કચેરીમાં મિલકતમાંથી અરવિંદસિંઘનો હક જતો કરતો હોવાનો બિન અવેજી હક કરવાનો લેખ બનાવડાવ્યો હતો. જેના આધારે ફાઇનાન્સ કંપનીમાંથી બંને ભાઇઓએ 29.56 લાખની હોમ લોન લીધી હતી. ત્યારબાદ વર્ષ 2023માં તે જ મકાન પર ચાલતી હોમ લોન પર ટોપ અપ લોક કરાવી વધુ 15 લાખ લીધા હતા.

Most Popular

To Top