વડસર બ્રિજ પર રક્ષિત કાંડ જેવી ઘટના સર્જાતા રહી ગઈ,
વડોદરા તારીખ 4
વડોદરા શહેરમાં કારેલીબાગ વિસ્તારમાં ગાંજાનો નશો કરેલી હાલતમાં રક્ષિત ચોરસિયાએ ગોરો અકસ્માત સર્જ્યો હતો. ત્યારે વડસર રોડ પર પણ રક્ષિત કાંડ જેવી ઘટના બનતા રહી ગઈ હતી. નશામાં ચકનાચૂર બનેલા કાર ચાલકે એક એકટીવા અને અન્ય કારને ટક્કર મારી હતી. જોકે સદનસીબે કોઈને ગંભીર ઇજાઓ કે જાનહાની પહોંચી ન હતી. પરંતુ કાર ચાલક નશામાં હોય તેના વિરુદ્ધ ડ્રીંક એન્ડ ડ્રાઇવનો ગુનો નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરાના શહેરમાં નશામાં ધૂત થઈ કાર ચલાવનારને લોકો પર પોલીસનો જાણે કાબુ રહ્યો નથી. કારેલીબાગ વિસ્તારમાં તાજેતરમાં રક્ષિત ચોરસિયાએ ગાંજાનો નશો કરીને પુરઝડપે કાર દોડાવીને ત્રણ વાહનોને અડફેટે લીધા હતાં જેમાં એક મહિલા તથા અન્ય 7 લોકોને ઇજાઓ પહોંચી હતી. ત્યારે વધુ એક નશો કરેલી હાલતમા ઓવર સ્પીડમાં કાર ચલાવીને ચાલકે વડસર બ્રિજ પર ચાર જેટલા વાહનોને અડફેટે લીધા હતા.જેમાં ત્રણથી ચાર લોકોને ઇજાઓ પહોંચી હતી. ત્યારબાદ બ્રિજ ઉતર્યાં બાદ ચાલકને લોકોએ ઝડપી પાડ્યો હતો મેથી પાક ચખાડી માંજલપુર પોલીસને સોંપવામાં આવ્યો હતો. સૂત્રોમાંથી જણાવ્યા મુજબ પોલીસે કારચાલક વિરુદ્ધ ડ્રીંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
