Vadodara

વડોદરા : નવલખીમાં ગ્રાઉન્ડમાં પોલીસ દ્વારા રાત્રિના સમયે ટોર્ચ દ્વારા ચેકીંગ

રાવપુરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલે યુવકને માર મારી બાઈક સળગાવી દીધા બાદ પોલીસ એક્શનમાં, પોલીસના ઝોન 2 વિસ્તારમાં આવેલી અવાવરુ જગ્યા ઉપર પોલીસનું કોમ્બિંગ

વડોદરા તા.10
વડોદરા રાજમહેલ રોડ પર આવેલા નવલખી મેદાનમાં યુગલ પાસે જઇને ડ્યુટી પર ન હોવા છતાં પોલીસ હોવાનો રોપ ઝાડી દાદાગીરી કરી યુવકને ઢોર માર માર્યો, તેની એક્ટિવા પણ સળગાવી દીધી હતી. આ ઘટનામાં પોલીસ હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આ ઘટના રવિવારે મોડી રાત્રે વડોદરા પોલીસ સ્ટેશનમાં આવી છે અને નવલખી ગ્રાઉન્ડમાં 10 જેટલા પોલીસ કર્મીઓ અને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ચેકીંગ કરાયું હતું. ઉપરાંત ઝોન 2 હેઠળ આવતી વિવિધ અવાવરું જગ્યા પર પણ કોમ્બિંગ કરાયું હતું.

એડિશનલ પોલીસ કમિશનર ડો.લીના પાટીલે જણાવ્યું હતું કે હાલમાં નવલખી ગ્રાઉન્ડ વિસ્તારમાં ઝોન-2, મંજીતા વણજારા તેમની ટીમ સાથે 100થી વધુ ક્રાઈમ બ્રાન્ચના કર્મચારીઓ અને ડી-સ્ટાફના કર્મચારીઓ, સર્વેલન્સના અધિકારી, કર્મચારીઓ સાથે ઝોન 2 હેઠળ આવતી જગ્યાઓમાં ચેકિંગ હાથ ધરાયું છે. એકાંતમાં બેસીને અહીં કોઈ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ ન કરે તેને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર એક્શનમા આવી ગયું હતું. પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા જ્યાં અંધારાવાળી જગ્યામાં ટોર્ચ દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું અને સાથે-સાથે વાહન ચેકીંગ હાથ ધરાયું હતું. ઉપરાંત વાહનચાલકોએ દારૂ નો નશો કર્યો નથી તેના માટે બ્રેથ એનાલાઈઝર દ્વારા ચકાસવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ડભોઇ તાલુકાના કુઢેલા ગામના 22 વર્ષીય યુવક 6 નવેમ્બરના રોજ યુવકે નોકરી પર છુટ્યા બાદ રાત્રીના પોણા 9 વાગ્યાના અરસામાં તેની મહિલા મિત્ર સાથે નવલખી ગ્રાઉન્ડમાં બેસીને વાતો કરી રહ્યો હતો. ત્યારે રાવપુરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ નિલેશ વનરાજ બારૈયા તેના બે ભાણિયા ભૌતિક ભીલ તથા ચતુર બારૈયા સાથે યુગલ પાસે પહોંચી ગયા હતા અને પોલીસવાળાએ યુવક પાસે ગાડીના લાઇસન્સ સહિતના ડોક્યુમેન્ટસની માગણી કરી હતી. પરંતુ યુવકની પોતાના ગાડી ન હોય તેની પાસે કોઇ કાગળીયા ન હતા. જેથી પોલીસ કર્મચારી નિલેશ બારૈયા તેના બે ભાણિયાને મોકલી યુવક અને યુવતીને સમાધાન કરાવવાનું કહીને કૃત્રિમ તળાવ પાસે લઇ ગયો હતો. ત્યારબાદ યુવતી ભાગી ગઈ હતી. જોકે યુવકને હેડ કોન્સ્ટેબલ સહિત ત્રિપુટી એ ઢોર માર માર્યો હતો.જેમાં યુવકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી હેડ કોન્સ્ટેબલ નિલેશ વનરાજ બારૈયા, ભૌતિક ભીલ તથા ચતુર બારૈયાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.જ્યારે હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા છે જયારે બે યુવકને જામીન મુક્ત કર્યા છે.

Most Popular

To Top