Vadodara

વડોદરા : નવરચના સ્કૂલને ફરી ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી,વાલીઓની સ્કૂલ ખાતે દોડધામ


પોલીસની વિવિધ એજન્સીઓ દ્વારા સ્કૂલમાં તપાસ :

અગાઉ પણ નવરચના સ્કૂલ કોલેજ અને યુનિવર્સિટીને બોમથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો :

( પ્રતિનિધિ )વડોદરા,તા.23

વડોદરાની નવરચના સ્કૂલને ફરી એક વખત બોલતી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળતા જ સ્કૂલના બાળકોને રજા આપી દેવામાં આવી હતી. વાલીઓને મેસેજ થકી જાણ કરાતા તાત્કાલિક વાલીઓ સ્કૂલ ખાતે દોડી આવ્યા હતા. જ્યારે બીજી તરફ પોલીસની વિવિધ એજન્સીઓ પણ સ્કૂલ ખાતે દોડી આવી હતી અને ચેકિંગ હાથ ધર્યું હતું.

વડોદરા શહેરની નવરચના સ્કૂલને બોમથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો. જે બાદ તાત્કાલિક સ્કૂલ સંચાલકો એક્શનમાં આવ્યા હતા. આ બાબતની જાણ સ્કૂલની એપ્લિકેશન મારફતે વાલીઓને કરવામાં આવી હતી. જેથી તાત્કાલિક વાલીઓ પોતાના બાળકોને લેવા માટે સ્કૂલ ખાતે આવી પહોંચ્યા હતા.

જ્યારે આ બાબતની જાણ પોલીસને પણ કરવામાં આવતા પોલીસની વિવિધ એજન્સીઓ નવરચના સ્કૂલ ખાતે દોડી આવી હતી. બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ વડે સ્કૂલના તમામ વિભાગોમાં ઝીણવટ ભરી તપાસ કરવામાં આવી હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્કૂલ ખાતે દોડી આવ્યા હતા. આ ઘટનાથી બાળકોના વાલીઓ પણ ચિંતિત બન્યા હતા.

એકાએક સ્કુલ છોડી દેવામાં આવતા માર્ગો પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. નોંધનીય છે કે થોડા સમય પહેલા પણ નવરચના સ્કૂલ અને યુનિવર્સિટીને બોમથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો. જે વખતે પણ સ્કૂલ યુનિવર્સિટી તાત્કાલિક ખાલી કરાવાઈ હતી અને પોલીસની વિવિધ એજન્સીઓ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. જો કે કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી હાલ આજરોજ મળેલા બોમ્બથી ઉડાવી દેવાના ધમકી ભર્યા ઈમેલને લઈ પોલીસ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

Most Popular

To Top