Vadodara

વડોદરા : નંદેસરી ગામેથી ડીગ્રી વગર દવાખાનુ ચલાવતો પરપ્રાંતિય ડોક્ટર ઝડપાયો

પ્રતિનિધિ વડોદરા તારીખ 2

નંદેસરી ગામે મેઇન બજારમાંથી ડિગ્રી ન હોવા છતાં દવાખાનુ ચલાવતા પરપ્રાંતીય ડોક્ટરને એસ ઓ જી પોલીસે ઝડપી પાડ્યો હતો. દવાખાનામાંથી એલોપેથી દવાઓ સહિત રૂ. 47 હજારનો મુદ્દામાલ કબજે કરીને પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં બોગસ ડિગ્રી ધરાવતા ઘણાખરા ડોક્ટરોએ પોતાના ક્લિનિક ખોલીને લોકોના જીવન સાથે ચેડા કરી રહ્યા છે. ત્યારે પોલીસ કમિશનર દ્વારા આવા જોલાછાપ ડોક્ટરો સામે કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. જેના આધારે એસઓજીના પોલીસ પીઆઇ એસડી રાતડાએ ટીમના અધિકારી અને કર્મચારીને શહેર વિસ્તારમાં સતત પેટ્રોલીંગ કરી ગેરકાયદે પ્રેકટીસ કરતા કે એલોપેથીક દવાઓ આપવા માટે કોઇ સક્ષમ ડીગ્રી નહી ધરાવતા બોગસ ડોક્ટરોની શોધખોળ કરવા પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે નંદેસરી ગામ મેઇન બજાર શાકમાર્કેટ સામે આવેલા શાંતિ કલીનિક નામના દવાખાનાના ડોકટર મનતોષ બિસ્વાસ કોઇ પણ પ્રકારની માન્યતા પ્રાપ્ત ડીગ્રી વગર દવાખાનું ચલાવે છે અને દવાખાને આવતા દર્દીઓને સારવાર કરી એલોપેથીક દવાવો આપે છે. જેના બાતમી આધારે એસઓજીની ટીમે તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસરને સાથે રાખી નંદેસરી ગામમાં શાંતિ ક્લીનિકમાં રેઇડ કરતા ડોક્ટર મનતોશ મનોરંજન બીસ્વાસ હાજર મળી આવ્યો હતો. ડોક્ટર પાસેથી તબીબી પ્રેકટીસ અંગેનું સર્ટી અંગ્રેજી લખાણવાળુ અલ્ટરનેટીવ મેડીકવ કાઉન્સીલ કવકત્તા (વેસ્ટ બંગાળ)નું ડો મનતોશ મનોરંજન બીસ્વાસના નામનું વર્ષ 2008માં BAMS (AM) નું સર્ટીફીકેટ તથા ડીગ્રી સર્ટીડીકેટ મળી આવ્યું હોય જેની તપાસ કરતા તે આયુવૈદીક ડોકટર હોવાનું જણાયું હતું. ઉપરાંત ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદીક અને યુનાની સીસ્ટમ્સ ઓફ મેડીસીન કે અન્ય કોઇ મેડીકલ શાખામાં રજસ્ટ્રેશન કરાવ્યુ ન હતું. ડોકટર મનતોશ મનોરંજન બીસ્વાસ પોતે બીએએમએસ (સીસીએ)ની પદવી ધરાવી ગુજરાત બોર્ડ ઓફ આર્યુવૈદીક અને યુનાની સીસ્ટમ ઓફ મેડીશીન કે અન્ય મેડીકલ શાખામાં રજીસ્ટ્રેશન કરાવ્યા સીવાય એલોપેથીક દવાઓ આપવા કોઇ સક્ષમ ડીગ્રી નહી ધરાવતા હોવા છતા શાંતિ ક્લીનિકમાં એલોપેથીક દવાઓ, ઇન્જેકશનો રાખી, એલોપેથી તબીબ તરીકેની ગેરકાયદે પ્રેકટીસ કરી લોકોના સ્વાસ્થય સાથે ચેડા કરતા ડોક્ટરની એસઓજી એ ધરપકડ કરી નંદેસરી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે. એસઓજી દ્વારા દવાખાનામાંથી કફ સીરપની બોટલો, ઇન્જેક્શન, દવાઓના, ટયુબ, સીરીઝ સહિત રોકડ રકમ અને મોબાઇલ રૂ. 47 હજારનો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કર્યો છે.

Most Popular

To Top