વિ. પ્રવાહમાં ફતેગંજ કેન્દ્રનું 88.75 ટકા, સા.પ્રવાહમાં પ્રતાપનગર કેન્દ્રનું 89.16 ટકા
સામાન્ય પ્રવાહમાં 146- A1 ગ્રેડ અને વિજ્ઞાન પ્રવાહમાં 67-A1 ગ્રેડમાં વિદ્યાર્થીઓ નોંધાયા :
( પ્રતિનિધિ ) વડોદરા તા.9
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો
12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના પરિણામો ગુરુવારે જાહેર કરવામાં આવ્યા છે. જેમાં વડોદરામાં સામાન્ય પ્રવાહનું 85.23 ટકા અને વિજ્ઞાન પ્રવાહનું 82.50 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સામાન્ય પ્રવાહમાં 146- A1 ગ્રેડ અને વિજ્ઞાન પ્રવાહમાં 67-A1 ગ્રેડમાં વિદ્યાર્થીઓ નોંધાયા છે.
ગુજરાત બોર્ડે આજે ગુરુવારે સવારે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરી દીધું છે. આ પરિણામમાં મોરબી જિલ્લાએ બાજી મારી છે. સૌથીવધારે પરિણામ ધરાવતો જિલ્લો બન્યો છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિણામમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 91.93 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ જાહેર કરાયું છે. ગુજરાત શિક્ષણ બોર્ડ ની ધોરણ 12ની બોર્ડની પરીક્ષા 11 માર્ચે યોજવામાં આવી હતી. જે 26 માર્ચ સુધી ચાલી હતી. આ વખતે કુલ 6,30,352 વિદ્યાર્થીઓએ ધોરણ 12ની પરીક્ષા આપી હતી. જેમા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 1,32,073, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 4,98,279 વિદ્યાર્થીઓ હતા. તો ગુજકેટ માટે 1,37,700 વિદ્યાર્થીઓ નોંધાયા હતા.
વાણિજ્ય પ્રવાહ કેન્દ્ર મુજબનું પરિણામ :
માંડવી (વડોદરા)- 87.67%
ઇન્દ્રપુરી (વડોદરા)- 86.77%
સયાજીગંજ (વડોદરા)- 81.33%
ફતેગંજ (વડોદરા)- 89.00%
અટલાદરા (વડોદરા)-87.14%
રાવપુરા (વડોદરા)- 87.87%
સમા (વડોદરા)-87.86%
માંજલપુર (વડોદરા)-82.01% પ્રતાપનગર (વડોદરા)- 89.16%
વિજ્ઞાન પ્રવાહનું કેન્દ્ર મુજબનું પરિણામ :
માંડવી (વડોદરા)-85.83%
ઇન્દ્રપુરી (વડોદરા)-81.81%
સયાજીગંજ (વડોદરા)-79.65%
ફતેગંજ (વડોદરા)-88.75%
અટલાદરા (વડોદરા)-86.07%
રાવપુરા (વડોદરા)- 81.05%
સમા (વડોદરા)-79.90%
માંજલપુર (વડોદરા)- 86.55%
નોંધનીય છે કે, સામાન્ય પ્રવાહમાં સૌથી વધુ પ્રતાપનગર કેન્દ્રનું 89.16 ટકા અને સૌથી ઓછું સયાજીગંજ કેન્દ્રનું 81.33 ટકા પરિણામ નોંધાયું છે. જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં સૌથી વધુ
ફતેગંજ કેન્દ્રનું 88.75 ટકા અને સૌથી ઓછું સયાજીગંજ કેન્દ્રનું 79.65 ટકા નોંધાયું છે.