સિક્યુરિટી જવાનોએ રાવપુરા મથકે પહોંચી ફરિયાદ આપી :
સુરક્ષા કર્મીઓની સુરક્ષા પર સવાલો ઉઠ્યા :
( પ્રતિનિધિ )વડોદરા,તા.16
વડોદરાની સયાજી હોસ્પિટલમાં તાત્કાલિક સારવારના બીજા માટે એમ.આઇ.સી.યુમાં દાખલ દર્દીના સગા ને ફરજ પર હાજર સિક્યુરિટી ના જવાના ધીરેથી વાતો કરવાનું કહેતા તેની પર દર્દીના સગાઈ હુમલો કરીને ઢોર માર માર્યો હતો. ત્યારે સુરક્ષા કર્મચારીઓની સુરક્ષા પર સવાલો ઉઠ્યા છે તમામ સુરક્ષા કર્મચારીઓ એકત્ર થઈને રાવપુરા પોલીસ મથકે પહોંચી ફરિયાદ આપી હતી.
મધ્ય ગુજરાતની સૌથી મોટી કહેવાતી વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલમાં સુરક્ષા કર્મચારીઓની સુરક્ષા ઉપર જ સવાલ ઉઠ્યા છે. દર્દીના સગાને સાઈડ પર હટવાનું કહેતા સિક્યુરિટી ગાર્ડ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. સમગ્ર બનાવે એસએસજીના સિક્યુરિટી જવાનોએ એકત્ર થઈને રાવપુરા પોલીસ મથકે ફરિયાદ આપી હતી. સિક્યુરિટી ગાર્ડે જણાવ્યું હતું કે, એસએસજી હોસ્પિટલના તાત્કાલિક બિલ્ડીંગના બીજા માળે એમ.આઈ.સી.યુ માં હું ફરજ બજાવું છું રાત્રિના 12:30 કલાકની આસપાસ મેં પેશન્ટના સગાને એવું એટલું જ કીધું કે બૂમાબૂમથી વાતો ના કરો સાઈટ પર જઈને ધીરે ધીરે વાતો કરો અંદર બીજા પણ પેશન્ટ છે બસ આટલું જ કહ્યું હતું એટલામાં તો તેઓએ મને ઢોર માર્યો હતો અને તું બહાર નીકળ તને બતાવું છું તને મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી.
