Vadodara

વડોદરા : ધારાસભ્યના અંગત અને ભાજપના અન્ય નેતાઓ સાથે નિકટતા ધરાવતા આકાશ ગોહિલનું પરિણીતા પર દુષ્કર્મ

પ્રતિનિધિ વડોદરા તા 23
ભાજપના ધારાસભ્યના કહેવાતા અંગત અને અન્ય રાજકીય નેતાઓ સાથે ધરોબો ધરાવનાર આકાશ ગોહિલે ઘરમાં ઊંઘી રહેલી પરિણીતા પર બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારબાદ આ વાતની જાણ કોઈને કરીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપીને ફરાર થઈ ગયો હતો. મહિલાએ નંદેસરી પોલીસ સ્ટેશનમાં ભાજપના કાર્યકર્તા આકાશ ગોહિલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વિવિધ બનાવી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે પરિણીતાનું મેડિકલ કરાવવાની પણ તજવીજ હાથ ધરી છે.

વડોદરા જિલ્લાના એક ગામમાં રહેતી પરીણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે 21 સપ્ટેમ્બર ના રોજ મારા પતિ મિત્રના સગાનાના મરણ પ્રસંગમાં પંચમહાલ જિલ્લામાં ગયા હતા.મારા સાસુ-સસરા ઘરે હાજર હતા અને રાતના જમી પરવારી અમારા ઘરની પાછળ આવેલા છાપરામાં ઉંઘી ગયા હતા. હુ અમારા ઘરની વચલા રૂમમા ઉંઘતી હતી. જે રૂમનો દરવાજો ન હતો. રાત્રિના 12:30 વાગ્યાના અરસામાં આકાશ ભગવાન ગોહિલે(રહે- કૃષ્ણનગર સિધ્ધેશ્વર મહાદેવ મંદીર પાસે અનગઢ ગામ તા.જી.વડોદરા) મને મારા મોબાઇલમા મેસેજ કરી જણાવ્યું હતું કે ઘરે કોઈ છે કે કેમ ? એમ પુછતા મે ઘરે કોઈ નથી એમ જણાવ્યું હતું. ત્યારબાદ ઘરના વચલા રૂમમા આવી અને પલંગ ઉપર બેસીને મોબાઈલ જોતી હતી. તે દરમ્યાન આકાશ ગોહિલ અચાનક રૂમમા ઘૂસી આવ્યો હતો અને મારી સાથે શારીરિક સંબંધ બાધવાનુ કહેતાં મે ના પાડી હતી. જેથી તેણે મારી સાથે બળજબરી કરી મારી મરજી વિરુધ્ધ મારી સાથે બળાત્કાર ગુજાર્યો હતો. તે વખતે મારા સાસુ સસરા જાગી જશે અને મારી આબરૂ જશે તે બીકે મે બુમાબુમ કરેલ નહી. ત્યારબાદ આકાશે મારો મોબાઈલ લઇ વોટ્સએપમાં તેના નંબરની બધી ચેટ ડીલીટ કરી હતી અને આ વાતની કોઈને જાણ કરી તો હુ જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી મારા ઘરના પાછળના દરવાજેથી ભાગી ગયો હતો. હું ઘણી ગભરાઈ ગયો હોય મારા પતિને ફોન કરી મારી સાથે રાત્રે બનેલા બનાવની જાણ કરી હતી. ત્યારબાદ મારા પતિ હાલોલથી ઘરે આવતા મેં મારા પતિને આકાશ ગોહિલે મારી સાથે બળજબરી કરી શરીર સંબંધ બાંધ્યો હોવાનું જણાવ્યું હતું. નંદેસરી પોલીસે પરીણીતાની ફરિયાદના આધારે અલગ અલગ ટીમો બનાવી ફરાર થઈ ગયેલા ભાજપના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના અંગત તેમજ અન્ય નેતાઓના નિકટના કહેવાતા આકાશ ગોહિલને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસે મહિલાનું મેડિકલ કરાવવાની પણ તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના પૂર્વ પીએ રાજેશ ગોહિલે પણ એક મહિલા પર જબરજસ્તી દુષ્કર્મ ગુજાર્યું હતું.

Most Popular

To Top