ટેન્કરમાંથી પેટ્રોલ કાઢતી વેળા જ સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ, 3 ટેન્કર ચાલક સહિત 5 ફરાર, પેટ્રોલના જથ્થા સહિત રૂ.25.73 લાખનો મુદ્દામાલ કબજે
વડોદરા તા.7
તાજેતરમાં સ્ટેટમોનિટરિંગ સેલની ટીમે દરજીપુરા વિસ્તારમાં રેડ કરી મોટી માત્રામાં દારૂ પકડ્યો હતો. ત્યારે બુટલેગરે એસએમસીની ટીમ પર હુમલો કર્યો હતો. ત્યારેફરીવાર એસએમસીની ટીમે દુમાડ સાવલી રોડ પરથી પેટ્રોલ ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. દુમાડ સાવલી રોડપર એક કમ્પાઉન્ડમાં પેટ્રોલ ટેન્કરમાંથી પેટ્રોલ કાઢતા હતા. ત્યારે એસએમસીએ રેડ કરી હતી. જેમાં 800 લીટર પેટ્રોલ સાથે ચાર આરોપીઓને પણ ઝડપી પાડ્યા હતા. જ્યારે ત્રણ ટેન્કર ચાલક સહિતના પાંચને વોન્ટેડ જાહેર કર્યા છે. પેટ્રોલ, બે વાહનો, પાંચ મોબાઇલ સહિતના રૂ.25.73 લાખનો મુદ્દામાલ કબજે કરીને મંજુસર પોલીસને સોંપવામાં આવ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે તાજેતરમાં દરજીપુરા પાસે કન્ટેરનમાંથી દારૂની કટિંગ પર રેડ કરીને મોટીમાત્રામાં દારૂ પક્ડયો હતો. ત્યારે બુટલેગરોએ એસએમસીની ટીમ પર પથ્થરમારો કરતા પીઆએ સ્વબચાવમાં ફાયરિંગ પણ કરવુ પડ્યું હતું. ત્યારે વડોદરા જિલ્લાના દુમાડ સાવલી રોડ પર આવેલા ઠાકોર કાકાના કમ્પાઉન્ડમાં પેટ્રોલની ટેન્કરો ઉભી રાખીને તેમાંથી પેટ્રોલની ચોરી કરવામાં આવતી હોવાની બાતમી 6 જાન્યુઆરીના રોજ એસએસટીને મળી હતી. જેના આધારે એસએમસીની ટીમે જે કમ્પાઉન્ડમાં ટેન્કરો ઉભી રાખીને ચોરો પેટ્રોલની ચોરી કરી રહ્યા હતા ત્યાં જ રેડી કરી હતી. એસએમસીની રેડના પગલ પેટ્રોલ ચોરોમાં દોડધામ મચી ગઇ હતી. જોકે ચાર આરોપીઓ મુકેશ શાંતિલાલ ચંદેલ, પપ્પુ ઉદયલાલ ખટીક અને રોમિત મુકેશ ચંદેલ ( ત્રણ રહે. વાઘોડિયા રોડ વડોદરા) તથા આકાશ શિવશંકર ગીરી (રહે. દશરથ, વડોદરા)ને ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે ત્રણ ટેન્કરના ચાલક પંકજ પાંડે, વિજય પાગી, ભરત ખટિક, રુદ્રા ગોસ્વામી અને અલ્પેશ પઢિયાર ભાગી જતા તેમને વોન્ટેડ જાહેર કરાયા છે. એસએમસી દ્વારા સ્થળ પરથી પેટ્રોલ 800 લીટર રૂ.75 હજાર, 2 વાહનો રૂ. 24 લાખ, 5 જેટલા મોબાઇલ રૂ.85 હજાર મળી રૂ. 25.73 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીઓ સહિતનો મુદ્દામાલ આગળની કાર્યવાહી માટ મંજુસર પોલીસ સ્ટેશનમાં સુપરત કરવામાં આવ્યો છે