Vadodara

વડોદરા: દુબઈ ટૂર પેકેજના બહાને લીધેલા રૂપિયા 6.24 લાખ પરત માંગતા યુવકને મળી ધમકી

તમે મને ઓળખતા નથી, મારી પાસે ખૂબ મોટું નેટવર્ક છે. વડોદરામાં રહેવું હોય તો મારી સાથે પંગો ન લેતા નહીં, તમારા હાથ-પગ તોડાવી નાખીશ, ધંધા પર આવવા-જવાનું બંધ કરાવી દઈશ અને તમારો બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનો ધંધો પૂરો બંધ કરાવી દઈશુ’ પિતા પુત્રે ધમકી આપી

વડોદરા તા.22

વડોદરા શહેરના હરણી વિસ્તારમાં રહેતા અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા કરતા યુવક પાસેથી દુબઈના પેકેજના બહાને રૂ. 6.24 લાખ રૂપિયા લીધા હતા. પરંતુ આ રૂપિયા પરત કર્યા ન હતા. જેથી યુવકે રૂપિયાની માંગણી કરતા આ શખ્સે હાથ પગ તોડવી નાખવાની ધમકી આપી હતી. જેની યુવકે વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

વડોદરા શહેરના હરણી વિસ્તારમાં રહેતા બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના વ્યવસાયી મહેશકુમાર બળવંતસિંહ ગઢવીએ વારસિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી નોધાવી છે કે આરોપી રાજીવ પારેખ અને તેના પુત્ર આર્યન રાજીવ પારેખે તેમના સમગ્ર પરિવારને દુબઈ ખાતે ટૂર પર લઈ જવા માટે રૂ. 8.85 લાખ રૂપિયાનું પેકેજ કોટેશન આપ્યું હતું. જેમાં ફ્લાઇટ ટિકિટ, હોટલ રોકાણ, સ્થળાંતર અને હરવા-ફરવાના તમામ ખર્ચો બતાવ્યો હતો. આ કોટેશનના આધારે યુવકે આરોપીઓને એડવાન્સમાં 8.69 લાખ રૂપિયા આપી દીધા હતા. જેથી આરોપીઓએ યુવક તથા તેમના પરિવારને અમદાવાદથી અબુધાબી થઈને દુબઈ લઈ જઈ હયાત હોટલમાં રોકાણ કરાવ્યું હતું. પરંતુ પેકેજમાં સમાવિષ્ટ ખર્ચા ઉપરાંત આરોપીઓએ યુવક પાસેથી વધારાના રૂ. 6.34લાખ
ઉઘરાવ્યા હતા. જેમાં રૂ.2.26 લાખ ઉધાર તરીકે અને રૂ. 3.98 લાખ હોટલ તથા સાઇટ-સીઇંગની ટિકિટના નામે વધારાના ખર્ચ તરીકે વસૂલ કરવામાં આવ્યા હતા. તેઓ દુબઈથી પરત ફર્યા બાદ યુવકે આ વધારાના રૂ. 6.24 લાખ
પરત માંગતાં આરોપીઓએ નાણાં આપવાનો ઇનકાર કરી દીધો હતો અને યુવકના નાના ભાઈ મિહિરકુમાર ગઢવીએ આરોપી રાજીવ પારેખના મોબાઇલ નંબર પર ફોન કરી નાણાં પરત માંગ્યા ત્યારે આરોપીએ તમને કોઈ પૈસા મળવાના નથી. મારી પાસેથી હવે પૈસાની માંગણી કરશો તો તમે મને ઓળખતા નથી, મારી પાસે ખૂબ મોટું નેટવર્ક છે. વડોદરામાં રહેવું હોય તો મારી સાથે પંગો ન લેતા. નહીં તો તમારા હાથ-પગ તોડાવી નાખીશ, ધંધા પર આવવા-જવાનું બંધ કરાવી દઈશ અને તમારો બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનો ધંધો પૂરો બંધ કરાવી દઈશ તેવી ધમકી આપી હતી. વારસિયા પોલીસે પિતા પુત્ર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top