સ્ટેચ્યુ ઓફ યુનિટી જતી ટ્રેનની અડફેટે આવ્યો દીપડો :
દીપડાના મૃતદેહને પીએમ અર્થે પશુ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો :
માર્ગ અકસ્માતમાં વન્યજીવનું મોત થયા હોવાનો બીજો બનાવ સામે આવ્યો છે. છેલ્લા દસ દિવસમાં વધુ એક દીપડાનું ટ્રેનની અડફેટે મોત થતા વન વિભાગ દોડતું થયું હતું. વન વિભાગ ખાતે આ 11 વર્ષના દીપડાના મૃતદેહને લાવ્યા બાદ મૃત દીપડાને પીએમ અર્થે પશુ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો હતો.
વન્યજીવોની સુરક્ષા માટે વન વિભાગ સહિત રાજ્યભરમાં અનેક ખાનગી સંસ્થાઓ કાર્ય કરી રહી છે તેમ છતાં ઘણી વખત કેટલાક સર્જાતા અકસ્માતોમાં વન્યજીવોના મોત થઈ રહ્યા છે તેવામાં વધુ એક વખત એક દીપડાનું અકસ્માતમાં મોત થયું છે. ટ્રેનની અડફેટે દીપડાનું મોત થય. હોવાનો બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ડભોઇ તાલુકાના ઓરસંગ ગામડી નજીક ટ્રેનની અડફેટે દીપડાનું મોત થયું છે. વહેલી સવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જતી ટ્રેનની અડફેટે દીપડો આવી જતા તેનું મોત થયું હતું બનાવ અંગેની જાણ ગ્રામજનો દ્વારા વન વિભાગને કરવામાં આવતા વનવિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. જ્યાં તપાસ કરતા 11 વર્ષનો દીપડો હોવાનું જાણવા મળ્યું હતું વન વિભાગ દ્વારા 11 વર્ષના દીપડાને વન વિભાગ ખાતે લાવી દીપડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પશુ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવી રહ્યો છે. અત્રે નોંધનીય બાબત એ છે કે, અગાઉ પણ ડભોઇ તાલુકામાં અવારનવાર દીપડાના મોત થઈ રહયા હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે આવા બન્યો જીવોને આવા વિસ્તારોમાંથી તેમના વાતાનુંકુલીત વાતાવરણમાં લઈ જવામાં આવે તેવી માંગણી પણ જીવ દયા પ્રેમીઓ દ્વારા કરવામાં આવી છે.
