અંદાજથી ૨.૭૦% ઓછા ભાવનું યુનિટ રેટ આવ્યું
વડોદરા, તા.
શહેરના દક્ષિણ ઝોનમાં વાર્ષિક ઇજારાથી રૂ.૫ કરોડની મર્યાદામાં આર.સી.સી. રોડ બનાવવાના કામે મે.શકું કન્સ્ટ્રક્શનના અંદાજીત રકમ કરતાં ૨.૭૦% ઓછાના યુનિટ રેટ ભાવપત્ર (GST સિવાય)ને મંજુરી મળવવા પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
શહેરમાં દક્ષિણ ઝોન મ્રાટે વાર્ષિક ઇજારાથી આર.સી.સી. રોડ બનાવવાના કામનાં મંજૂરી મળેલ છે. આ માટે રૂ.૫ કરોડની મર્યાદામાં કામગીરી કરાવવા માટે પાંચમાં પ્રયત્ને ભાવપત્રક મંગાવવામાં આવતાં, એક ઇજારદારનું ભાવપત્ર આવેલ. સૌથી ઓછા ભાવ ભરનાર ઇજારદાર મે.શકું કન્સ્ટ્રક્શનના ભરેલ ભાવપત્રની રકમ રૂ.૪,૮૬,૫૦,૦૦૦ છે. જે અંદાજીત રકમથી ૨.૭૦% ઓછા મુજબનું થાય છે. ઇજારદારને તેઓના ભરેલા ભાવમાં ઘટાડો કરવા જાણ કરતાં ઇજારદારે ભાવઘટાડો કરવા અસંમતિ દર્શાવેલ છે. કામગીરી વાર્ષિક ઇજારા હેઠળ રૂ.૫ કરોડની નાણાંકીય મર્યાદામાં કરવાની રહેશે.
વડોદરા: દક્ષિણ ઝોનમાં રૂપિયા પાંચ કરોડની મર્યાદામાં આરસીસી રોડ બનાવાશે
By
Posted on