વડોદરા તાંદલજા વિસ્તારમાં ડી માર્ટથી ઘર તરફ પોતાની ઇકો કારમાં ઉંમરલાયક વડીલ પતિ પત્ની જઈ રહ્યા હતા ત્યારે અચાનક ઇકો કારમાં આગ લાગતાં અફરાતફરી સર્જાઈ હતી. નજીકમાં ગેરેજ પર કામ કરી રહેલા વ્યક્તિએ ગાડીમાંથી ધુમાડા નીકળતા જોઈ તાત્કાલિક ઇકો નજીક દોડી આવી દંપતીને આગ બાબતે જાણ કરી ગાડીની બહાર કાઢી બચાવ કર્યો હતો . ત્યાર બાદ આસપાસના લોકોએ પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો હતો . આસપાસના લોકોના સહકારથી દંપતીનો બચાવ થયો હતો અને મોટી દુર્ઘટના ટળી હતી. કાર ચાલકે સહુ નો આભાર વ્યક્ત કર્યો હતો.
