Vadodara

વડોદરા : તપન પરમાર હત્યા કેસના આરોપીની મેડિકલ માટે મૂકેલી જામીન અરજી ના મંજૂર

વડોદરા તારીખ 11

પૂર્વ કોર્પોરેટર ના પુત્ર તપન પરમાર હત્યા કેસના આરોપીઓ જેલમાં સજા કાપી રહ્યા છે. જે પૈકીના એક આરોપીએ મેડિકલ માટે વચગાળાની જામીન અરજી કોર્ટમાં મૂકી હતી પરંતુ કોર્ટે તેની આ અરજીને રદ કરવાનો હુકમ કર્યો છે.
વડોદરા શહેરના નાગરવડા વિસ્તારમાં જુગાર રમવા બાબતે થયેલી મારામારીમાં બાબરખાન પઠાણ સહિતના સાગરીતો દ્વારા હિન્દુ યુવકો પર ચાકુ સહિતના હથિયારોથી હિંસક હુમલો કરાયો હતો. જેથી આ યુવકોને એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. તે દરમિયાન પૂર્વ કોર્પોરેટર રમેશ રાજાના પુત્ર તપન પરમાર ઇજાગ્રસ્તોને જોવા માટે એસએસજી હોસ્પિટલમાં ગયો હતો તે દરમિયાન રીઢાં આરોપી બાબર ખાન સહિતના આરોપીઓએ સાથે મળીને તપન પરમાર ને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. જેમાં તમામ આરોપીઓ વડોદરા સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહ્યા છે જેમાંથી આરોપી સોયેબ નૂર મહંમદ મંસુરીએ તેના આરોગ્યની સારવાર ચાલતી હોય મેડિકલ માટે કોર્ટમાં વચગાળાની જામીન અરજી રજૂ કરવામાં આવી હતી. પરંતુ કોર્ટ દ્વારા ડોક્ટર પાસેથી તમામ વિગતો કલેક્ટ કરાવ્યા બાદ આરોપીની વચગાળાની જામીન અરજી રદ કરવામાં આવી છે.

Most Popular

To Top