શહેરમાં વિદેશી શરાબનો જથ્થો ઘુસાડવા બુટલેગરરો અવનવા કીમિયા અપનાવતા હોય છે. ત્યારે દિવાળી પર્વ પર શહેરમાં દારૂની રેલમછેલ કરવા ઢોરને ખવડાવવા માટેના ભુસુ ભરેલા પ્લાસ્ટીકના બાચકાની આડમાં છુપાવી લઇ જવાતો લાખોની કિંમત નો વિદેશી દારૂનો જથ્થો જરોદ પોલીસે બાતમીના આધારે આમલીયારા જી.ઇ.બી પાસેથી ઝડપી પાડી ટ્રક ચાલક અને ક્લીનરની ધરપકડ કરી રૂ. 24 લાખ થી વધુની કિંમતનો મુદામાલ કબ્જે કરી પોલીસે શહેરમાં વિદેશી શરાબનો જથ્થો ઘૂસાડવાનો બુટલેગરનો કિમીયો નિષ્ફળ બનાવ્યો હતો.
હાલ શહેર જિલ્લામાં દિવાળી પર્વનું કાઉન્ટ ડાઉન શરુ થઇ ગયું છે દરમ્યાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી જિલ્લા પોલીસની ટિમો દ્ધારા પોલીસ મથક ની હદ વિસ્તારમાં જરૂરી પેટ્રોલિંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે .
પેટ્રોલીંગ કામગીરી દરમિયાન જરોદ પોલીસ મથકની ટીમને બાતમી મળી હતી કે, એક અશોક લેલન્ડ ટ્રકમાં ઢોરને ખવડાવવા માટેના ભુસુ ભરેલા પ્લાસ્ટીકના બાચકા આડમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી લઇ જવામાં આવી રહ્યો છે અને હાલમાં આ ટ્રક જરોદ પસાર કરી વડોદરા તરફ જઈ રહી છે જે બાતમીના આધારે જરોદ પોલીસની ટીમ આમલીયારા જી.ઇ.બી. પાસે વોચ ગોઠવી ઉભી થઇ ગઈ હતી.
દરમ્યાન બાતમી આધારિત અશોક લેલન્ડ ટ્રક જરોદ તરફથી આવતા જરોદ પોલીસની ટીમે ટ્રકને કોર્ડન કરી રોકી ગાડી ચાલક અને ક્લીનરને સાથે રાખી ટ્ર્કના પાછળના ભાગે તપાસ કરતા તેમાંથી ઢોરને ખવડાવવા માટેના ભુસુ ભરેલા પ્લાસ્ટીકના બાચકા મળી આવ્યા હતા જે બાચકા ખોલી તપાસ કરતા ભુસાના બાચકામાં છુપાવેલ દારૂ જોઈ પોલીસ પણ ચોકી ઉઠી હતી.ઢોરને ખવડાવવા માટેના ભુસુ ભરેલા પ્લાસ્ટીકના બાચકા 115 માંથી પોલીસને રૂ.14.22 લાખની કિંમતની વિદેશી દારૂની 8628 નંગ બોટલ મળી આવતા વિદેશી દારૂના જથ્થા સાથે અશોક લેલન્ડ ટ્રક, મોબાઇલ અને ઢોરને ખવડાવવા માટેના ભુસુ ભરેલા પ્લાસ્ટીકના બાચકા સહીત કુલ રૂપિયા 24.90 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આરોપી દીપક જગદીશ મીણા અને દીપકરાવ રવીરાવની ધરપકડ કરી હતી જયારે
વિદેશીદારૂનો જથ્થો ભરી આપનાર ઇન્દોરના પટેલ ટ્રાન્સપોર્ટના જીતુભાઇ તથા વિદેશીદારૂનો જથ્થો મંગાવનાર આરોપીને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાયર્વાહી હાથ ધરી છે.