Vadodara

વડોદરા ડિવિઝન પર 1 જાન્યુઆરી, 2026 થી નવું ટ્રેન સમયપત્રક અમલમાં

સમયપાલન સુધારવા માટે કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર

(પ્રતિનિધિ) વડોદરા, તા.30
પશ્ચિમ રેલ્વેના વડોદરા ડિવિઝન પર 1 જાન્યુઆરી, 2026 થી નવું ટ્રેન સમયપત્રક અમલમાં મૂકવામાં આવી રહ્યું છે. ટ્રેન સંચાલનમાં સમયપાલન વધુ સુદૃઢ બને તે હેતુસર વિવિધ સ્ટેશનો પર ટ્રેનોના આગમન અને પ્રસ્થાન સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
77 ટ્રેનો વહેલી, 23 ટ્રેનો મોડી થશે
નવા સમયપત્રક અનુસાર,
77 ટ્રેનોના સમય પહેલા કરવામાં આવ્યા છે, જેમાં ટ્રેનો તેમના વર્તમાન નિર્ધારિત સમય કરતાં 1 મિનિટથી 15 મિનિટ વહેલી પહોંચશે.
જ્યારે 23 ટ્રેનોના સમય મુલતવી રાખવામાં આવ્યા છે, જેમાં ટ્રેનો તેમના વર્તમાન સમય કરતાં 2 મિનિટથી 40 મિનિટ મોડી આવશે.
વિવિધ સ્ટેશનો પર ટ્રેનોના સમયમાં ફેરફાર
નડિયાદ, આણંદ, ભરૂચ, અંકલેશ્વર, ગોધરા, છાયાપુરી, એકતા નગર તેમજ વડોદરા ડિવિઝનના અન્ય સ્ટેશનો પર કેટલીક ટ્રેનોના આગમન અને પ્રસ્થાન સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેનો તેમના વર્તમાન સમય કરતાં વહેલી અથવા મોડી પહોંચશે.
5 મિનિટ વહેલી કરાયેલ મહત્વપૂર્ણ ટ્રેનો
નીચેની ટ્રેનોને 5 મિનિટ વહેલી કરવામાં આવી છે, એટલે કે હવે તે ટ્રેનો તેમના મૂળ સ્ટેશન પરથી 5 મિનિટ વહેલી ઉપડશે:
69172 ભરૂચ – સુરત મેમુ
22930 વડોદરા – દહાણુ રોડ સુપરફાસ્ટ
69112 વડોદરા – સુરત મેમુ
69122 ગોધરા – વડોદરા મેમુ
69104 આણંદ – વડોદરા મેમુ
મુસાફરોની માંગણી પર ટ્રેન સમય બદલાવ
મુસાફરોની માંગણીને ધ્યાનમાં રાખીને અલીરાજપુર – પ્રતાપનગર મેમુને 15 મિનિટ વહેલી કરવામાં આવી છે. હવે આ ટ્રેન 17:15 ના બદલે 17:30 વાગ્યે અલીરાજપુર સ્ટેશન પરથી ઉપડશે.
વડોદરા સ્ટેશન સંબંધિત ફેરફાર
વડોદરા સ્ટેશનથી આવતી/ઉપડતી 23 ટ્રેનો વહેલી કરવામાં આવી છે, જે હવે તેમના વર્તમાન સમય કરતાં 5 થી 15 મિનિટ વહેલી પહોંચશે.
જ્યારે 7 ટ્રેનો મોડી કરવામાં આવી છે, જે હવે 5 થી 12 મિનિટ મોડી ઉપડશે.
એકતા નગર સ્ટેશન પર ફેરફાર
સમય પહેલા કરાયેલ ટ્રેનો:
20950 એકતા નગર – અમદાવાદ જનશતાબ્દી એક્સપ્રેસ
09410 એકતા નગર – અમદાવાદ સ્ટીમ હેરિટેજ સ્પેશિયલ
સમયમાં ફેરફાર કરાયેલ અન્ય ટ્રેનો:
20945 એકતા નગર – હઝરત નિઝામુદ્દીન ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ
69206 એકતા નગર – પ્રતાપનગર મેમુ
આણંદ, નડિયાદ અને અન્ય સ્ટેશનો પર ફેરફાર
આણંદ સ્ટેશન
18 ટ્રેનો 5–7 મિનિટ વહેલી પહોંચશે
4 ટ્રેનો 12 મિનિટ મોડી ઉપડશે
નડિયાદ સ્ટેશન
14 ટ્રેનો 5–10 મિનિટ વહેલી પહોંચશે
2 ટ્રેનો 2 મિનિટ મોડી ઉપડશે
ગોધરા સ્ટેશન
4 ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે
ભરૂચ સ્ટેશન
15 ટ્રેનો 5–7 મિનિટ વહેલી પહોંચશે
અંકલેશ્વર સ્ટેશન
5 ટ્રેનો 5–7 મિનિટ વહેલી પહોંચશે
છાયાપુરી સ્ટેશન
3 ટ્રેનો 2 મિનિટ વહેલી પહોંચશે
મુસાફરો માટે અપીલ
રેલ્વે પ્રશાસન દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ મુસાફરી કરતા પહેલા 139 રેલ્વે હેલ્પલાઇન પર અથવા પશ્ચિમ રેલ્વેની અધિકૃત વેબસાઇટ પરથી નવી સમયસૂચિ તપાસી લે.

Most Popular

To Top