Vadodara

વડોદરા : ટ્રાફિક પોલીસ દ્વારા 38 વાહનોની હરાજી યોજાઇ, 80 વેપારીએ ભાગ લીધો, રૂપિયા 1.95 લાખમાં ખરીદાયા

વડોદરા તારીખ 8
વડોદરા શહેરમાંથી ટોઈંગ કરાયેલા તથા બિનવારસી હાલતમાં મળી વાહનો સયાજીગંજ વિસ્તારમાં આવેલી ટ્રાફિક શાખાની કચેરી ડ્રોઈંગ સ્ટેશન ખાતે મૂકવામાં આવ્યા હતા. વાહનો લઈ જવા માટે વાહન માલિકોને નોટિસ આપવા સાથે પેપરમાં જાહેર પણ કરાયુ હતું. કેટલાક માલિકો પોતાના વાહનો લઈ ગયા હતા પરંતુ 38 વાહનો માટે કોઈએ ક્લેમ ન કર્યો હોય ટ્રાફિક પોલીસ દ્વારા તેની હરાજી યોજાઇ હતી. 80 વેપારીઓએ ભાગ લઈને રૂપિયા 1.95 લાખમાં તમામ વાહનો ખરીદ કર્યા હતા. નોંધનીય છે કે પોલીસે વાહનોની અપસેટ વેલ્યુ રૂ. 1.71 લાખ મૂકી હતી. જેમાં ટ્રાફિક પોલીસને 24 હજાર વધુ કિંમત મળી હતી.
વડોદરા શહેરમાં ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરનાર કેટલાક વાહનો પોલીસ દ્વારા ડીટેઇન કરવામાં આવ્યા હતા. ઉપરાંત વિવિધ વિસ્તારોમાંથી બિનવારસી હાલતમાં મળી આવેલા વાહનો પણ કબજે લઈને સયાજીગંજ વિસ્તારમાં આવેલી ટ્રાફિક ટોઇંગ સ્ટેશન ઓફિસ ખાતે મૂકવામાં આવ્યા હતા. છેલ્લા પાંચ વર્ષમાં ઘણા વાહનો ટ્રાફિક શાખા દ્વારા ટોઈંગ કરાયા હતા. જેમાંથી ઘણા ખરા માલિકો પોતાના વાહનો આવીને લઈ ગયા હતા પરંતુ 38 વાહન એવા હતા જેના માટે કોઈ ચાલકો દ્વારા કલેમ કરવામાં આવ્યો ન હતો. ટ્રાફિક પોલીસ દ્વારા વાહનના નંબરના આધારે માલિકોને નોટિસો પણ મોકલવામાં આવી હતી તથા પેપરમાં જાહેરાત પણ કરવામાં આવ્યું હતું કે વાહન તમારી માલિકી ના હોય તો ટ્રાફિક શાખાની કચેરીએ આવી લઈ જાવ. પરંતુ કોઈ લેવા માટે આવ્યું ન હોય ટ્રાફિક પોલીસ દ્વારા આ 38 વાહનોની હરાજી કરવાનું નક્કી કરાયું હતું. ત્યારે 8 માર્ચના રોજ ડીસીપી ટ્રાફિક જ્યોતિબેન પટેલ તથા એસીપી ડી એમ વ્યાસ સહિતના અધિકારીઓની હાજરીમાં 38 વાહનોની હરાજી યોજાઈ હતી. જેમાં પોલીસ દ્વારા વાહનોની અપસેટ વેલ્યુ 1.71 લાખ નક્કી કરી હરાજી શરૂ કરાઈ હતી. જેમાં 80 જેટલા વેપારીઓ હાજર રહ્યા હતા. હરાજી શરૂ થયા બાદ તમામ 38 વાહનો વેપારીઓએ 1.95 લાખમાં ખરીદી લીધા હતા. જેમાં પોલીસને અપસેટ વેલ્યુ કરતા 24 હજાર રૂપિયા વધુ મળ્યા હતા.

Most Popular

To Top