કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા લોકોએ ટ્રાફિક પોલીસના કર્મચારીઓ સામે રોષ વ્યક્ત કર્યો
ઘણા ટ્રાફિક પોલીસ માત્ર નામ પુરતી પોઇન્ટ પર હાજરી આપી જતા રહેતા હોય લોકોએ હેરાન થવુપડે છે
પ્રતિનિધિ વડોદરા તા.10
વડોદરા શહેર નજીક આવેલી દુમાડ ચોકડી પાસે ટ્રાફિક પોલીસના અણઘડ આયોજનના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હોય છે. ટ્રાફિક પોલીસ કામગીરી નહી કરતા હોય અને સાઇડ પર બેસી રહેતા હોવાના કારણે ગઇકાલે ગુરુવારે રાત્રે ટ્રાફિકજામ થયો હતો. જેમાં એક એમ્બ્યુલન્સ ફસાઇ ગઇ હતી. જેના કારણે ઇમરજન્સી વાન હોવા છતાં ટ્રાફિકપોલીસની બેદરકારીના કારણે કલાકો સુધી ટ્રાફિકમાં અટવાઇ ગઇ હતી.
વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવતી હોવાના બણગા ફુંકવામાં આવતા હોય છે, પરંતુ .શહેરના અલગ અલગ વિસ્તારમાં સર્જાતા ટ્રાફિકજામના કારણે આ ટ્રાફિક પોલીસની કામગીરી માત્ર નામ પુરતી સાબિત થઇ રહી છે. ટ્રાફિકજવાનો માત્ર ગણતરીના સમયમાં પોતાના પોઇન્ટ પરથી ફરાર થઇ જતા હોવાના કારણે ટ્રાફિક વધુ વકરી રહ્યો છે. ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા યોગ્ય રીતે મેનેજમેન્ટ નહી કરાતું હોવાના કારણે કલાકો સુધી ટ્રાફિકજામ થતા હોય છે. જેમાં આમ જનતાનો કિમતી સમય અને ઇંધણનો બગાડ થતો હોય છે. ટ્રાફિકની કામગીરી નહી કરીને પોલીસને માત્ર દંડ ઉઘરાવવામાં રસ હોય તેવું લાગી રહ્યું છે. વડોદરા શહેર નજીક આવેલી ચોવીસ કલાક ટ્રાફિકથી ધમધમતી દુમાડ ચોકડી પાસે ટ્રાફિક પોલીસ દ્વારા યોગ્ય રીતે સંચાલન નહી કરતા 9 ઓક્ટોબરના રોજ રાત્રીના સમયે ટ્રાફિક જામ સર્જાયો હતો અને જેમાં એક એમ્બ્યુલન્સ ફસાઇ ગઇ હતી. જેના કારણે એમ્બ્યુલન્સમાં બેઠેલામાં દર્દીઓના સગાઓ દ્વારા પણ ટ્રાફિક પોલીસ સામે રોષ પ્રગટ કર્યો હતો. ઇમરજન્સી વાન હોવા છતાં ટ્રાફિકના કારણે એમ્બ્યુલન્સ રોકાવવું પડય્ હતું. ત્યારે ત્યારબાદ ટ્રાફિક પોલીસે ક્યાંથી આવી પહોંચ્યાં હતા અને ટ્રાફિક પૂર્વવત કરવાની કામગીરીમાં જોતરાયાં હતા.બીજી તરફ ટ્રાફિક પોલીસ ટ્રાફિક ક્લીયર કરવાના બદલે એક સાઇડ પર બેસીને ગપ્પા મારતા હોય લોકોને હેરાન થવુ પડે છે. ત્યારે ઉચ્ચઅધિકારી દ્વારા આવા ફરજ બેદરકારી દાખવતા ટ્રાફિક પોલીસના કર્મચારીઓ સામે લાલઆખ કામગીરી કરાવે તેવી માગ જન્મી છે.
– નાગરવાડા ચાર રસ્તા પરથી ટ્રાફિક પોલીસ ગાયબ થઇ જતા કલાકો સુધી ટ્રાફિક જામ
નાગરવાડા વિસ્તારમાં આવેલી સરકારી સરદાર ભવનના ખાચાથી નાગરવાડા ચાર રસ્તા પર રોજ ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. જેના કારણે ત્યા ધંધો કરતા વેપારીઓ તથા વાહન ચાલકો પણ પરેશાન થઇ ગયા છે. નાગરવાડા ચાર રસ્તા પર પોઇન્ટ પર ટ્રાફિક પોલીસ નહી હોવાના કારણે વાહન ચાલકો આડેધડ વાહન કાઢતા હોય ચક્કાજામ થઇ જાય છે. ત્યારે ટ્રાફિકની સમસ્યા રોજની થઇ ગઇ હોય પરેશાન થઇ ગયેલા વેપારીઓ સહિતના સ્થાનિક સહિતના લોકોએ ત્યાં કાયમી ધોરણે ટ્રાફિક પોલીસ મુકાય તેવી માગ ઉઠી છે.