વડોદરા તારીખ 15
વડોદરા શહેરના જેતલપુર રોડ પર ચીકુવાડી વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાનામાં એએચટીયુની ટીમે દરોડો પાડયો હતો. ત્યારે સ્પામાંથી બે થાઈલેન્ડની પરપ્રાંતીય યુવતીઓ મળી આવી હતી. પોલીસે મેનેજરની ધરપકડ કરી માલિકને વોન્ટેડ જાહેર કર્યો હતો.
વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં સ્પાની આડમાં દેહ વ્યાપારના ગોરખધંધા ચાલતા હોય છે. જેના પર અવારનવાર એ એચ.ટી.યુ ની ટીમ દ્વારા સપાટો બોલાવવામાં આવતો હોય છે. 14 ઓક્ટોબરના રોજ એએચટીયુની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરી રહી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે જેતલપુર રોડ ચીકુવાડી વિસ્તારમાં અમીધારા એપાર્ટમેન્ટમાં સ્પાની આડમા સંચાલક બહારથી યુવતીઓ બોલાવીને કુટાણખાનું ચલાવે છે. જેમાં ગ્રાહકો પાસેથી યુવતી દીઠ 1000 થી 1500 રૂપિયા ઉઘરાવવામાં આવતા હોય છે. જેના આધારે એએચટીયુની ટીમ દ્વારા બાદ બાતમી મુજબના ડેવીન્સ સલુન એન્ડ સ્પામા દરોડો પાડ્યો હતો. ત્યારે સ્થળ પરથી બે થાઈલેન્ડની યુવતીઓ મળી આવી હતી. જેથી પોલીસે સ્પામાથી હાજર મળી આવેલા મેનેજર દેવેન્દ્ર ભીખા વાળંદ (રહે ચંદ્રવિલા ફ્લેટ સુભાનપુરા મૂળ ભરૂચ)ને ઝડપી પાડ્યો હતો. જ્યારે સ્પાના માલિક જયદીપ ભાસ્કર પંડિત (રહે.ભાયલી)ને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.