ડભોઇ: ભારતીય જનતા પાર્ટીનુ સંગઠન પર્વ ચાલી રહ્યુ છે. ભાજપ ધ્વારા ઉમેદવારોના રાફડા ના સંકેતો માની જિલ્લા પ્રમુખ માટે ગાઈડલાઈન બનાવવામા આવી જેમા ૬૦ વર્ષ થી વધુ ઉંમર વાળા માટે પ્રમુખ ના દરવાજા બંધ કરાયા અને ફરીથી ખોલ્યા એમાં વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખપદ માટે 55 આગેવાનોએ દાવેદારી કરી છે.
આધારભૂત સુત્રોમાંથી મળેલી વિગતો પ્રમાણે વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ માટે ૫૫ જેટલા ઉમેદવારો દોડમા હોય પાર્ટી માટે માથાનો દુ:ખાવો બનશે એમ હાલ લાગી રહ્યુ છે. જેમા હાલના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય સતિષ પટેલ , વર્તમાન મહામંત્રી ડો. બી. જે. બ્રહમભટ્ટ , પ્રદેશ કારોબારી સભ્ય અને જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશીકાંત પટેલ, વર્તમાન ઉપપ્રમુખ મહેશ પટેલ ( દાજી ) સાથે ૩ મહીલાઓ જેમા કલ્પનાબેન પટેલ , લતાબેન પટેલ અને મધુબેન સોલંકી પણ રેસમા છે. નવા જિલ્લા પ્રમુખ ધારાસભ્યો , સંસદ સભ્યો અને સંધ ની સર્વ સંમતિ જે સાબિત કરશે એ પ્રમુખ હશે એમ હાલ લાગી રહ્યુ છે