જિલ્લા પ્રમુખ તરીકે ડૉ. બી.જે. બ્રહ્મભટ્ટની વરણી બાદ ડભોઇને મળ્યું વિશેષ પ્રતિનિધિત્વ
શહેર અને તાલુકા બંને સ્તરે અનેક આગેવાનોને સ્થાન મળતા રાજકીય પ્રભાવ મજબૂત
વડોદરા:
ભાજપ વડોદરા જિલ્લાના નવા પ્રમુખ તરીકે ડૉ. બી.જે. બ્રહ્મભટ્ટની વરણી થયા બાદ જિલ્લા ભાજપ સંગઠનમાં ડભોઇ વિસ્તારનો દબદબો યથાવત જોવા મળ્યો છે. જિલ્લા કારોબારીની નવી રચનામાં ડભોઇ શહેર અને તાલુકાના અનેક આગેવાનોને મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે.
જિલ્લા કારોબારીમાં ડભોઇથી પૂર્વ શહેર પ્રમુખ ડૉ. સંદીપ શાહ, પૂર્વ શહેર મહામંત્રી અમિત સોલંકી, પૂર્વ મહામંત્રી વંદન પંડ્યા અને પારુલબેન સોલંકીની વરણી કરવામાં આવી છે. ઉપરાંત બક્ષીપંચ મોરચામાં પત્રકાર તથા પૂર્વ ઉપપ્રમુખ પંકજ સાધુને મંત્રી તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.
તાલુકા સ્તરે પણ ડભોઇનું મજબૂત પ્રતિનિધિત્વ જોવા મળ્યું છે. જેમાં યુવા ઉપપ્રમુખ તરીકે નિરવ પટેલ, જિલ્લા કારોબારીમાં અશ્વિન પટેલ, યુવા મોરચાની કારોબારીમાં પાર્થ પાંડે, તેમજ ડભોઇ તાલુકામાંથી વૈશાલીબેન પટેલ, વનીતાબેન પંડ્યા, દિક્ષિત પટેલ (નારિયા), હબીપુરાના દિપ્તિબેન પટેલ અને થુવાવીના હિનાબેન બ્રહ્મભટ્ટની પસંદગી કરવામાં આવી છે.
ડભોઇ શહેર અને તાલુકાના આગેવાનોને મળેલા આ વ્યાપક પ્રતિનિધિત્વને પગલે જિલ્લા ભાજપ સંગઠનમાં ડભોઇનો દબદબો યથાવત રહ્યો હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. આવનારા સમયમાં જિલ્લા ભાજપનું કેન્દ્રબિંદુ ડભોઇ બનશે તો નવાઈ નહીં તેવી રાજકીય ચર્ચાઓ પણ તેજ બની છે.
રિપોર્ટર: દીપક જોશી